જૂનાગઢ : હાઈબ્રીડ ગાંજાના રેકેટનો પર્દાફાશ,નશીલા પદાર્થના આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં ચાર આરોપીની રૂ.1.16 કરોડના મુદ્દામાલ સાથે ધરપકડ

જુનાગઢમાં નશાનો કાળો કારોબાર શહેરમાં પગદંડો જમાવે તે પહેલાં જ SOGએ તાત્કાલિક કાર્યવાહી કરીને એક મોટી સફળતા હાંસલ કરી છે.

New Update
  • આંતરરાષ્ટ્રીય નશીલા પદાર્થના નેટવર્કનો પર્દાફાશ

  • થાઈલેન્ડથી લાવવામાં આવ્યો હતો ગાંજો

  • SOGએ નશીલા પદાર્થોનું રેકેટ ઝડપી પડ્યું

  • ચાર આરોપીની કરવામાં આવી ધરપકડ

  • રૂ.1.16 કરોડનો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢ SOGની ટીમે આંતરરાષ્ટ્રીય નશીલા પદાર્થના રેકેટનો પર્દાફાશ કર્યો છે.આ ઘટનામાં પોલીસે થાઈલેન્ડથી લાવવામાં આવેલ 3.160  કિલોગ્રામ પ્રતિબંધીત હાઈબ્રીડ ગાંજો કિંમત રૂપિયા 1.16 કરોડથી વધુના મુદ્દામાલ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી હતી.

જુનાગઢમાં નશાનો કાળો કારોબાર શહેરમાં પગદંડો જમાવે તે પહેલાં જ SOGએ તાત્કાલિક કાર્યવાહી કરીને એક મોટી સફળતા હાંસલ કરી છે. SOGએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કના ચાર આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી 3.160 કિલોગ્રામ પ્રતિબંધીત હાઈબ્રીડ ગાંજો અને રૂપિયા 1.16 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પરંતુ આ ધરપકડ એ વાતની પુષ્ટિ કરે છે કેડ્રગ્સનો આ ખતરનાક વેપાર હવે ગુજરાતના ખૂણે-ખૂણામાં પ્રસરવા તૈયાર છેજેના મૂળિયાં ખૂબ ઉંડા અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ફેલાયેલા છે.

ભારતી આશ્રમના લઘુમહંતના ગુમ થવાની તપાસમાં SOGના સ્ટાફને એક ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબમુજાહીદખાન પઠાણજહાંગીરશા શાહમદારહુસેન પઠાણ અને ધવલ ભરાડ સફેદ કલરની ટોયોટા ગ્લાન્ઝા કારમાં હાઈબ્રીડ ગાંજાનો જથ્થો રાખીને વેચાણ કરવા માટે ગ્રાહકોની શોધમાં હતા. આ આરોપીઓ મેંદરડાથી ઈવનગર રોડ થઈને જૂનાગઢ તરફ સાંજે 7: 30 વાગ્યાની આસપાસ આવવાના હતા.બાતમી મળતાં જ SOG દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.અને શંકાસ્પદ સફેદ ગ્લાન્ઝા કાર આવતા પોલીસે કોર્ડન કરીને તેને રોકી હતી.કારમાંથી ધવલ કાળુભાઈ ભરાડ,હુસેન નાસીરભાઈ તુર્ક,મુજાહીદખાન રીયાજખાન યુસુફજઈજહાંગીરશા રજાકશા શાહમદાર નામના ચાર આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા હતા.

પકડાયેલ આરોપીઓની કારની પાછળની સીટમાંથી લીલાશ પડતો ભૂખરા રંગનો વનસ્પતિજન્ય પદાર્થ હતો. FSL અધિકારી દ્વારા પ્રાથમિક પરીક્ષણ કરતાં તે કેનાબીસ હાઈબ્રીડ ગાંજો હોવાનું નિશ્ચિત થયું હતું.અને તેનું કુલ વજન 3.160 કિલોગ્રામ થયું હતુંજેની બજાર કિંમત રૂપિયા 1 કરોડ 10 લાખ 60 હજાર આંકવામાં આવી છે.ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી અને કારમાંથી કુલ 8 મોબાઈલ,ગ્લાન્ઝા કાર સહિતનો મુદ્દામાલ મળીને  કુલ કિંમત રૂપિયા 1 કરોડ 16 લાખ 71 હજાર થાય છે.

આરોપીઓની પૂછપરછમાં ડ્રગ્સ નેટવર્કનો ખુલાસો થયો છે. જેમ મુજાહીદખાન યુસુફજઈએ કબૂલ્યું કે  બરોડાના શખ્સેએ રાજકોટના શેરબાનુ મહમદરફીક નાગાણીને બેંગકોકથાઈલેન્ડ દેશમાં હાઈબ્રીડ ગાંજાનો જથ્થો લેવા મોકલી હતી.શેરબાનુ તા. 07/10/2025 ના રોજ હાઈબ્રીડ ગાંજો લઈને અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી.મુજાહીદધવલ ભરાડ અને મોઈન સતાર ખંધા આ ત્રણેય ધવલની ગ્લાન્ઝા કારમાં શેરબાનુને જૂનાગઢ લાવ્યા હતા. શેરબાનુ જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી પાસેની ભવ્ય પેલેસ હોટલમાં રોકાઈ હતી.શેરબાનુએ ટ્રોલીબેગના નીચેના ભાગે છુપાવેલ ચાર હાઈબ્રીડ ગાંજાના પેકેટમાંથી ત્રણ પેકેટ આ આરોપીઓને વેચાણ માટે આપ્યા હતા.ત્યારબાદ તા. 30/10/2025 ના  મુજાહીદજહાંગીર અને હુસેન ત્રણેય શેરબાનુને રાજકોટ ગોંડલ ચોકડીએ મૂકી આવ્યા હતા.આ ચારેય આરોપીઓ કબજે કરાયેલ હાઈબ્રીડ ગાંજો વેચવા માટે ગ્રાહકો શોધી રહ્યા હતાત્યારે જ પોલીસે તેઓને ઝડપી લીધા હતા. પોલીસે ચાર આરોપીઓ સામે NDPS એક્ટની કલમ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે,અને વોન્ટેડ આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories