જુનાગઢ : ઘેડ પંથકના 40 ગામોને પૂરના પાણીથી બચાવવા પ્રોજેક્ટનો અમલ, સર્વેની કામગીરી શરૂ કરાય...

જુનાગઢ જીલ્લામાં ઘેડ પંથકના 40 ગામોને પુરના પાણીથી બચાવવા માટે રૂ. 150 કરોડનો પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે, જેને લઈ સર્વેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે.

New Update

જુનાગઢ જીલ્લામાં ઘેડ પંથકના 40 ગામોને પુરના પાણીથી બચાવવા માટે રૂ. 150 કરોડનો પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છેજેને લઈ સર્વેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે.

જુનાગઢ જીલ્લામાં ઘેડ પંથકની 2 મોટી ઓઝત અને મધુવંતી નદીનાં પાણી ભેગા થાય છે. આ વિસ્તાર મોટે ભાગે સપાટ વિસ્તાર છે. એટલે સ્વાભાવિક છે કેઅહી નદીઓનાં પાણી વધારે આવેઅને એટલે ખેતરમાં ફેલાઈ જાય. તો બીજી તરફદરિયામાંથી પણ સામેથી પાણી આવે એટલે એમાં પાણી જવા કેપાણીનો નિકાલ કરવામાં તકલીફ થાય છે. ઉનાળામાં પીવાનું પાણી મળે નહીંઅને ચોમાસામાં વધારે પાણી આવે એ સમસ્યાનું લાંબા ગાળા માટે સમાધાન કરવાની મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. આ માટે સિંચાઈ વિભાગમાંથી કન્સલ્ટન્સી નક્કી થઈ છેઅને ઘેડ પંથકના 40 ગામોને પુરના પાણીથી બચાવવા માટે રૂ. 150 કરોડનો પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છેજેને લઈ સર્વેની કામગીરી માટે આદેશ અપાયો છે. જુનાગઢના ઘેડ વિસ્તારની સમસ્યા માટે કાયમી નિરાકરણ લાવવા અને 6-7 મહિનામાં સમગ્ર પ્લાન તૈયાર કરવા માટે પણ તંત્રને સૂચના આપવામાં આવી છે.

Latest Stories