Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : માણાવદરમાં રૂ. 9 લાખની લૂંટ પ્રકરણમાં ફરિયાદી જ નીકળ્યો આરોપી, જુઓ કેમ રચ્યું હતું તરખટ..!

જુનાગઢ જિલ્લાના માણાવદરમાં રૂ. 9 લાખની લૂંટ પ્રકરણમાં ફરિયાદી આરોપી નીકળતા પોલીસે ધરપકડ કરી છે.

X

જુનાગઢ જિલ્લાના માણાવદરમાં રૂ. 9 લાખની લૂંટ પ્રકરણમાં ફરિયાદી આરોપી નીકળતા પોલીસે ધરપકડ કરી છે. વંથલી કોર્ટમાં રૂ. 15 લાખ ભરવાના હોય જેથી તરખટ રચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

જુનાગઢ જિલ્લાના માણાવદર પોલીસ મથકમાં ગત તા. 13 માર્ચના રોજ રૂ. 9 લાખ 31 હજારની 3 અજાણ્યા શખ્સોએ લૂંટ કરી હોવાની ફરિયાદ દિનેશ કાલરીયાએ નોંધાવી હતી. જેમાં ફરિયાદી દિનેશ કાલરીયા કપાસનું પેમેન્ટ સનલાઈટ કોટેક્સ મિલમાં આપવા જતી વેળા રસ્તામાં 3 અજાણ્યા શખ્સોએ તેમના પાસે રહેલ 9 લાખ 31 હજારની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાવી હતી, ત્યારે માણાવદર પોલીસે રસ્તામાં રહેલા વિવિધ સીસીટીવી ફૂટેજ ચેક કરવા સાથે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં વિસંગતતા જણાતા આખરે ફરિયાદી જ આરોપી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેમાં ફરિયાદી દિનેશ કાલરીયાને વંથલી કોર્ટમાં આવનાર ચુકાદામાં રૂ. 15 લાખ જેટલી રકમ ભરવાની હોવાથી તેણે સમગ્ર લૂંટનું તરખાટ રચ્યું હોવાની કબૂલાત આપી હતી, ત્યારે હાલ તો પોલીસને ગુમરાહ કરતા આરોપી દિનેશ કાલરીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી દિનેશ કાલરીયા માણાવદર નગરપાલિકામાં પૂર્વ પ્રમુખ પણ રહી ચુક્યો છે, અને નગરપાલિકાનો જ કેસ વંથલી કોર્ટમાં ચાલતો હોવાથી આ સમગ્ર તરખાટ રચી પોલીસને ચકડોળે ચઢાવી હતી.

Next Story