Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : મહારાષ્ટ્રમાં યોજાયેલ અશ્વ-શોમાં કાઠીયાવાડી બ્રિડની "સિંહણ" ઘોડીએ મેળવ્યો પ્રથમ ક્રમાંક.

મહારાષ્ટ્રના સારણ-ખેડા ખાતે યોજાયેલ ચેતક અશ્વ-શોમાં જુનાગઢના અશ્વપાલકની 2 વર્ષીય ઘોડીએ 2 દાંત સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

X

મહારાષ્ટ્રના સારણ-ખેડા ખાતે યોજાયેલ ચેતક અશ્વ-શોમાં જુનાગઢના અશ્વપાલકની 2 વર્ષીય ઘોડીએ 2 દાંત સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જોકે, હજારો અશ્વો વચ્ચે જુનાગઢના અશ્વપાલકની ઘોડી પ્રથમ આવતા ગુજરાત સહિત જુનાગઢનું નામ રોશન કર્યું છે.

જ્યારે અશ્વોની વાત આવે, ત્યારે રાજા રજવાડા યાદ આવી જતા હોય છે. રાજાશાહી અને નવાબના વખતમાં અશ્વને યુદ્ધ લડવા માટે તથા વર્ષો પહેલા અશ્વનો વાહન તરીકે ઉપયોગ થતો હતો. હાલના સમયમાં ખૂબ ઓછા અશ્વપાલકો છે, જે અશ્વની સારસંભાળ રાખે છે, ત્યારે હાલના સમયમાં અશ્વ સ્પર્ધાઓ પણ ખૂબ ઓછી થાય છે. ગુજરાતમાં તો જવલ્લે જ આ સ્પર્ધા યોજાતી હોય છે, ત્યારે ગુજરાત અને જુનાગઢના અશ્વપાલકે મહારાષ્ટ્રના સારણ-ખેડા ખાતે યોજાયેલ ચેતક અશ્વ-શોમાં ભાગ લીધો હતો. અશ્વપાલક રાજુ રાડાની કાઠીયાવાડી બ્રિડની 2 વર્ષીય સિંહણ નામની ઘોડીએ 2 દાંત સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જોકે, અશ્વોને કુલ 6 દાંત હોય છે અને તે ધીમે ધીમે આવે છે. પરંતુ અશ્વોમાં 17થી 18 મહિને પ્રથમ 2 દાંત આવતા હોય છે. એટલે તેને "2-તીથ" કહેવામાં આવે છે. જુનાગઢના અશ્વ માલિકે આજ દિવસ સુધી 50 કરતાં વધુ અશ્વ-શોમાં ભાગ લીધો છે. વર્ષ 2012થી તેમણે અશ્વ-શોમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું, ત્યારે ગત ચેતક અશ્વ-શોમાં 2 વર્ષીય ઘોડી "2-તીથ" સ્પર્ધામાં પ્રથમ આવતા અશ્વપાલકનો ઉત્સાહ વધાર્યો છે.

Next Story