જુનાગઢ : સેજના ઓટા વિસ્તારમાં મુસ્લિમોની મહોરમની પરંપરાગત રીતે ઉજવણી, હિન્દુ સમાજના લોકો પણ દર્શન કરવા પહોંચ્યા

ઇસ્લામ ધર્મના તહેવાર મોહરમની જૂનાગઢમાં પરંપરાગત રીતે ઉજવણી થઈ રહી છે મોહરમના નવમા દિવસે ચાંદીની સેજ પળમાં આવતી હોય છે

New Update
જુનાગઢ : સેજના ઓટા વિસ્તારમાં મુસ્લિમોની મહોરમની પરંપરાગત રીતે ઉજવણી, હિન્દુ સમાજના લોકો પણ દર્શન કરવા પહોંચ્યા

ઇસ્લામ ધર્મના તહેવાર મોહરમની જૂનાગઢમાં પરંપરાગત રીતે ઉજવણી થઈ રહી છે મોહરમના નવમા દિવસે ચાંદીની સેજ પળમાં આવતી હોય છે સાથે તાજીયા પણ પળમાં આવતા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો દર્શન કરવા આવી પહોંચે છે.

ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહંમદ પયગંબર સાહેબના દોહિત્ર ઇમામ હસન હુસેન અને તેમના ૭૨ પરિવારજનોએ સત્ય અને ધર્મના યુધ્ધમાં શહીદી વહોરી હતી, સને ૧૦ ઓકટોબર ૬૮૦ના રોજ ઈરાકના કરબલામાં આ યુધ્ધ થયું હતું અને તે ઘટનાની યાદમાં સમગ્ર વિશ્વના મુસ્લિમ મહોરમની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરે છે, દેશમાં મહોરમની ઉજવણી કરવામાં આવે છે ત્યારે જુનાગઢમાં વિશિષ્ટ રીતે આ પર્વ ઉજવાય છે. અનેક શહેરોમાં તાજીયા પડમાં આવે છે પરંતુ જૂનાગઢના નવાબે ભેટ આપેલી ચાંદીની સેજ પડમાં આવતા આ તહેવારનું ધાર્મિક સાથે ઐતિહાસિક મહત્વ પણ અનેક રીતે વધી જાય છે. નવાબે આ સેજ ભેટ આપેલી અને આજે પણ આ ચાંદીની સેજ પળમાં આવ્યા બાદ શહેરના તાજીયા પડમાં આવે છે.શહેરમાં સૌથી વધુ સ્થળ પર તાજીયા પડમાં આવે છે.

હજરત ઇમામ હુસેન અને તેના નિર્દોષ ૭૨ જેટલા પરિવારજનોના બલિદાનની યાદમાં મુસ્લિમો કોમી એકતાનો પણ સંદેશ આપે છે. જૂનાગઢના સૈયદ પરિવારને વર્ષો પહેલા નવાબે ભેટ આપેલી ચાંદીની સેજ પળમાં આવતા સેજના ઓટા તરીકે ઓળખાતા વિસ્તારના ચાર ચોકમાં સાત ચક્કર લગાવે છે અને આ ચાંદીની સેજ પાછળ હિંદુ મુસ્લિમ બહેનો બેડામાં દૂધ ભરીને સાથે ચક્કર લગાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે નવાબી કાળથી ચાલી આવતી પરંપરા આજે પણ જીવંત છે. આમ શહીદોની યાદમાં ચાંદીની સેજ પળમાં આવ્યા બાદ તાજીયાઓ પણ પડમાં આવ્યા છે જ્યારે જુનાગઢ પોલીસ દ્વારા ચુસ્ત પણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Latest Stories