જૂનાગઢ: આ ગામે ભુવા સહિત 5 લોકોએ તાંત્રિક વિધિના બહાને યુવતી પર આચર્યુ દુષ્કર્મ,5 આરોપીઓની ધરપકડ

ભુવા સહિત 5 લોકોએ તાંત્રિક વિધિના બહાને યુવતી પરદુષ્કર્મ આચર્યું હોવાનો ચકચારી બનાવ સામે આવ્યા બાદ પોલીસે 5 આક્રોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
જૂનાગઢ: આ ગામે ભુવા સહિત 5 લોકોએ તાંત્રિક વિધિના બહાને યુવતી પર આચર્યુ દુષ્કર્મ,5 આરોપીઓની ધરપકડ

જુનાગઢ જિલ્લાના એક ગામમાં ભુવા સહિત 5 લોકોએ તાંત્રિક વિધિના બહાને યુવતી પરદુષ્કર્મ આચર્યું હોવાનો ચકચારી બનાવ સામે આવ્યા બાદ પોલીસે 5 આક્રોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢના કેશોદના મેસવાણ ગામે યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર તાંત્રિક વિધિના બહાને યુવતી સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જે બાદ પોલીસ ફરિયાદ થતા પોલીસ એક્શનમાં આવી હતી અને સાગર નામના ભુવા સહિત ફેઝલ પરમાર, વિજય વાઘેલા,નારણ આહીર અને સિકન્દર સામે ફરિયાદ નોંધી હતી. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પૈસા મળશે તેવી લાલચ આપી યુવતી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જે બાદ સાગર ભુવુ સહીત પાંચ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. એટ્રોસિટી, ધાકધમકી સહીતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Latest Stories