Connect Gujarat
ગુજરાત

જુનાગઢ: સાસણમાં વેકેશનના માહોલને લઈ પ્રવાસીઓની સંખ્યામાં વધારો, સ્થાનિકોને મળી રહી છે રોજગારી

ધોરણ 10 અને 12 ની પરીક્ષા પૂરી થતાં હવે ઉનાળુ વેકેશન પડ્યું છે વાલીઓ વિદ્યાર્થીઓ સિંહ દર્શન માટે મોટી સંખ્યમાં જોવા મળી રહ્યા છે

X

જૂનાગઢમાં સાસણમાં વેકેશનના માહોલને લઈ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. મોટી સંખ્યામાં લ.ઓકો સિંહ દર્શન માટે ઉમટી રહ્યા છે જૂનાગઢના સાસણમાં 500થી વધારે સિંહો વસવાટ કરે છે અને 300થી વધારે પક્ષીઓની જાતિ પણ આવેલી છે.સાસણમાં સિંહદર્શન માટે ઓનલાઈન પરમીટની સુવધા ઉપલબ્ધ છે અહી દેવળીયા સફારી પાર્ક અને ગીર નેશનલ પાર્ક સેન્ચૂરીમાં સિંહ દર્શન કરી શકાય છે.

એશિયા ખંડમાં માત્ર સાસણમાં જ સિંહો જોવા મળે છે જેમાં દેશ-વિદેશના ટુરિસ્ટો સિંહ દર્શન માટે આવતા હોય ખાસ કરીને દિવાળી વેકેશન,થર્ટી ફર્સ્ટ ,હોળી ધુળેટી જેવા ફેસ્ટિવલમાં લાખોની સંખ્યામાં ટૂરિસ્ટો સાસણની મુલાકાત કરે છે અને સિંહ દર્શન જંગલની મજા માણતા હોય છે. હાલ ધોરણ 10 અને 12 ની પરીક્ષા પૂરી થતાં હવે ઉનાળુ વેકેશન પડ્યું છે વાલીઓ વિદ્યાર્થીઓ સિંહ દર્શન માટે મોટી સંખ્યમાં જોવા મળી રહ્યા છે

Next Story