Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : સિંહે લડવા માટે ફેંકેલી ચેલેન્જ સ્વીકારવાને બદલે દીપડો ઊભી પૂંછડીએ ભાગ્યો, જુઓ વિડિયો...

ગીરનાર નેચર સફારીમાં પ્રવાસીઓને જોવા મળતી સીંહ સાથેની ઘટનાઓમાં વિવિધતાને લીધે અનેક વીડિયો વાયરલ થતા રહે છે.

X

ગીરનાર નેચર સફારીમાં પ્રવાસીઓને જોવા મળતી સીંહ સાથેની ઘટનાઓમાં વિવિધતાને લીધે અનેક વીડિયો વાયરલ થતા રહે છે. આ જ રીતે સાસણની સાથે હવે જૂનાગઢની ગીરનાર નેચર સફારી પણ આકર્ષણનું કેન્દ્ર બનવા લાગી છે.

જૂનાગઢની ગીરનાર નેચર સફારી પાર્કમાં જાંબુડી રાઉન્ડ પાસે એક દ્રશ્ય જોવા મળ્યું હતું. વાત જાણે એમ છે કે, અહીં એક સીંહ-સીંહણ થોડા સમયથી ટેરીટરી બનાવીને સાથે રહે છે. આ યુગલ દેખાતાં જીપ્સી ઉભી રહી. તેવામાં એક દીપડાએ સીંહણને જોઇ લીધી. સીંહણ તેની પાછળ દોડતાં તે એક ઝાડ પર ચઢી ગયો. સીંહણની પાછળ સીંહ પણ ત્યાં આવી ચઢ્યો. પોતાની ટેરીટરીમાં આવી ચઢ્યો હોવાથી સીંહે ગર્જના કરી દીપડાને પોતાની સાથે લડવાની ચેલેન્જ આપી, પણ દીપડો નીચે ન જ ઉતર્યો. થોડીવાર સીંહ યુગલ તેની વાટ જોતું ત્યાં ઉભું રહ્યું. પણ પછી બંને થોડા આગળ વધી દૂર જતાં જ દીપડો ઝાડ પરથી ઉતરી દોડીને ઝાડીમાં અલોપ થઇ ગયો. આ ઘટના રૂટને અડીને જ બની હોવાથી આખો ઘટનાક્રમ પેસેન્જરોના મોબાઇલ કેમેરામાં કેદ થઇ ગયો, ત્યારે હાલ તો આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

Next Story