જુનાગઢ : ભાજપમાં અંદરોઅંદરની ખેંચતાણ..!, જે 2024 સુધીમાં બહાર આવશે : કોંગ્રેસ નેતા અમિત ચાવડા

કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જુનાગઢ ખાતે જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
જુનાગઢ : ભાજપમાં અંદરોઅંદરની ખેંચતાણ..!, જે 2024 સુધીમાં બહાર આવશે : કોંગ્રેસ નેતા અમિત ચાવડા

કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જુનાગઢ ખાતે જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમિત ચાવડા પ્રજાના પડતર પ્રશ્નોને વિધાનસભા સુધી પહોંચાડવામાં આવશે તેમ જણાવ્યુ હતું.

જુનાગઢ ખાતે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ જનમંચ સભામાં સંબોધન કર્યું હતું. જેમાં વિધાનસભા વિસ્તારના લોકોની સમસ્યા અને રજૂઆતોને તેમણે રૂબરૂમાં સાંભળી વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવવા અને સરકાર નહીં માને તો જન આંદોલનના માર્ગે પણ જન મંચના પ્રશ્નોને ઉજાગર કરવાનો પ્રયાસ કરીશું તેમ જણાવ્યું હતું. જુનાગઢ ખાતે જનમંચ સંબોધતા અમિત ચાવડા એ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાનો અવાજ એટલે કોંગ્રેસનો જન મંચ કાર્યક્રમ. લોકસભામાં પોતાના સાંસદો પક્ષ પલટો ન કરે તે માટે શું કરશો એના જવાબમાં અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે, વિજય રૂપાણી સહિતના બીજેપીના આલા નેતાઓની શું હાલત છે તે તમે જુઓ જ છો. ભ્રષ્ટાચારના કેસ એમની સામે એમના જ લોકો ખોલી રહ્યા છે. કોંગ્રેસમાંથી ગયેલાની હાલત શું છે એ પણ જુએ છે લોકો, ત્યારે અંદરો અંદરની ખેંચતાણથી ભાજપ હવે ત્રસ્ત છે. તો બીજી તરફ, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને ગાંધીજીની દાંડી યાત્રા સાથે સરખાવતાં અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે, અંગ્રજોના સમયમાં ભારતની સંપતિ લૂંટીને ઇંગ્લેન્ડ લઇ જતા હતા. અત્યારે એ જ રીતે લલિત મોદી અને વિજય માલ્યા જેવા લોકો લઇ જઈ રહ્યા છે. જે લોકો અંગ્રેજથી કમ નથી. આ સાથે જ ધીરેન્દ્ર સ્વામીની હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે, હિંદુરાષ્ટ્ર છે જ. હિન્દુ કે જાતિ ટિપ્પણી કરતા આપને સૌ પહેલા ભારતીય છીએ. પહેલા આપણી મૂળભૂત સમસ્યાઓ હલ કરવી જોઈએ. ધર્મના નામે જાતિવાદ ન ફેલાવવવો જોઈએ.