જુનાગઢ : સ્ત્રીઓના સન્માન માટે કોટેચા પરિવારની પહેલ, દિવાળીના તહેવારોમાં કર્યું ઘરની લક્ષ્મી સમાન સ્ત્રીઓનું પૂજન

દિવાળીના તહેવારોમાં લક્ષ્મી પૂજનનું અનેરુ મહત્વ રહ્યું છે. જેમાં લોકો માઁ લક્ષ્મીની વિશેષ પૂજા અર્ચના કરે છે. જોકે, જુનાગઢનો એક પરિવાર એવો છે

New Update

દિવાળીના તહેવારોમાં લક્ષ્મી પૂજનનું અનેરુ મહત્વ, સ્ત્રીઓના માન સન્માન માટે કોટેચા પરિવારની પહેલ

દિવાળીના તહેવારોમાં લક્ષ્મી પૂજનનું અનેરુ મહત્વ રહ્યું છે. જેમાં લોકો માઁ લક્ષ્મીની વિશેષ પૂજા અર્ચના કરે છે. જોકેજુનાગઢનો એક પરિવાર એવો છે કેજે દિવાળીના તહેવારોમાં લક્ષ્મી માતાની સાથે ઘરની સ્ત્રીઓની પણ પૂજા કરે છે. આ પરિવાર એવો સંદેશો આપે છે કેઘરની મહિલાઓ પણ સાક્ષાત લક્ષ્મીજીનો જ અવતાર છે.

પ્રકાશનું પર્વ એટલે દિવાળી અને આ દિવસે લોકો લક્ષ્મીજીનું પૂજન અર્ચન કરતા હોય છેત્યારે જુનાગઢમાં કોટેચા પરિવારે આ પરંપરા આજે પણ જાળવી રાખી છે. જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પરિવાર દ્વારા દિવાળીના દિવસે ઘર પરિવારની તમામ મહિલાઓ કે જે સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ કહેવાય છેતેની આરતી ઉતારી પૂજા કરવામાં આવી હતી. આ પરંપરા ગિરીશ કોટેચા દ્વારા વર્ષોથી જાળવી રાખવામાં આવી છે. તેઓએ જણાવ્યુ હતું કેઘરની મહિલા એજ લક્ષ્મી સ્વરૂપ હોય છેતો ઘરની વહુ પણ દીકરી ગણી લક્ષ્મી રૂપે પૂજવામાં આવે તો દિવાળી પર્વ ઉજવવું સાર્થક ગણાશે.

ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓનું સન્માન કરવાનું કહેવામાં આવ્યુ છેશાસ્ત્રોમાં પણ તેનો ઉલ્લેખ મળી આવે છેત્યારે છેલ્લા 35 વર્ષથી દિવાળીના પાવન તહેવારોમાં જુનાગઢના કોટેચા પરિવાર દ્વારા સ્ત્રીઓની પૂજા કરવામાં આવે છે. કોટેચા પરિવારના પુરુષો પરિવારની દીકરીપત્ની અને પુત્રવધૂની પૂજા કરે છે. ગૃહની લક્ષ્મીની પૂજા અર્ચના કરી તેમની માફી માગે છે. તેમનું માનવું છે કેઘરમાં જે લક્ષ્મી છેતેનું માન-સન્માન કરવું જોઈએતેથી ક્યારેય દુઃખ આવતું નથી.

#Gujarat #CGNews #Junagadh #Lakshmi Puja #Kotecha family
Here are a few more articles:
Read the Next Article