-
માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની મબલક આવક
-
ઘઉંના 35000 કટાની આવક નોંધાઈ
-
માર્કેટિંગ યાર્ડમાં અન્ય પાકોનો પણ ધસારો
-
ટોકન મુજબ મધ્યરાત્રિથી ઘઉંની આવક લેવાશે
-
યાર્ડમાં ખેડૂત અને વેપારીઓનો જમાવડો જામ્યો
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના 35,000 કટાની આવક સાથે અન્ય પાકોનો પણ ધસારો જોવા મળ્યો છે, જેના કારણે મધ્યરાત્રિના 12 વાગ્યાથી સવાર સુધી ટોકન મુજબ ઘઉંની આવક લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને આશીર્વાદ સમાન સાબિત થયું છે ત્યારે દિવસે અને દિવસે ખેડૂતો પોતાનો માલ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટેનો વધુ આગ્રહ રાખી રહ્યા છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 35,000 ઘઉંના કટ્ટાની આવક નોંધાઇ છે.
તેમજ હાલ ઘઉં,તુવેર,ધાણા,ચણાની ખૂબ જ આવક થઈ રહી છે.ત્યારે અંદાજે 90,000 મણ ઘઉંની આવક તેમજ 7200 જેટલા ચણાના કટ્ટા તુવેરના 10,000 કટ્ટાની આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નોંધાય છે.
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે ખુલતાની સાથે જ બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઘઉંની આવક થવા પામી છે.જેના કારણે ઘઉંની આવક હાલ બંધ કરેલ છે. ત્યારે યાર્ડમાં આજે રાત્રે 12:00 વાગ્યા થી સવાર સુધી ઘઉંની આવક રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.
આ છ કલાક દરમિયાન જે પણ ઘઉંની આવક થશે તે આવતીકાલે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હરાજી કરવામાં આવશે. અને હરાજી પૂર્ણ થયા બાદ ફરી જો જગ્યા હશે તો નિર્ણય કરી ઘઉંની આવક શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.