ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી
આશ્રમના નામે રૂ.35 લાખની માંગણી કરાઈ
ઇન્ટરનેશનલ નંબર પરથી આવ્યો વોટ્સએપ કોલ
અમદાવાદમાં રોનક ઠાકોરને આંગડિયુ કરવા જણાવ્યું
પોલીસ ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વોટ્સએપ પર ગાળો લખી કુલ 35 લાખની ખંડણી માંગવામાં આવી છે.
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને અજાણ્ય નંબર પરથી વોટસએપ કોલ આવ્યો હતો,અને જાનથી મારી નાખવાની ધમકી આપીને રૂપિયા 35 લાખની ખંડણી માંગવામાં આવી હતી.ખંડણીખોરે અમદાવાદમાં રોનક ઠાકોરના નામે આંગડિયુ કરવાનું કહ્યું હતું. ધારાસભ્ય પાસે આશ્રમના નામે 35 લાખની ખંડણી માંગી છે. ઇન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. પૈસા નહીં આપે તો જાનથી ધારાસભ્ય અને પરિવારને મારી નાખવાની ધમકી અપાઈ છે.ધારાસભ્યએ આ સમગ્ર મામલે હાલ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ આ અંગેની કાર્યવાહી કરી રહી છે. ધારાસભ્ય સંજય કોરડીયાએ આ ઘટનાને સનાતન ધર્મને અને સંતોને બદનામ કરવાની કોશિષ ગણાવી છે.