જુનાગઢ : મુંબઈમાં થયેલ રૂ. 13 કરોડના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો, માણેકવાડાના પિતા-પુત્ર સહિત 3 શખ્સો ઝડપાયા

ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસે સંયુક્ત રાહે તપાસ કરતા જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામના આરોપી જીગ્નેશ કુછડીયા, નાથા કુછડીયા અને યશ ઓડેદરાની ચોરી થયેલા તમામ દાગીના સાથે ધરપકડ કરવામાં આવી

New Update
  • ગત તા. 20 જૂન-2025ના રોજ થઈ હતી સોનાની ચોરી

  • મુંબઈથી રૂ. 13.34 કરોડના દાગીનાની ચોરીનો મામલો

  • જુનાગઢ અને મહારાષ્ટ્ર પોલીસે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો

  • કેશોદના માણેકવાડા ગામના 3 શખ્સોની ધરપકડ કરાય

  • ત્રણેય શખ્સોને મુદ્દામાલ સાથે મહારાષ્ટ્ર પોલીસને સોંપાયા

ગત તા. 20 જૂન-2025ના રોજ મુંબઈથી આશરે રૂ. 13.34 કરોડની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. આ ગુનાનો ભેદ જુનાગઢ અને મહારાષ્ટ્ર પોલીસે સંયુક્ત કામગીરીથી ઉકેલી કાઢ્યો છે. આ કેસમાં કેશોદના માણેકવાડા ગામના પિતા-પુત્ર સહિત 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસારમુંબઈનાMHB કોલોની વિસ્તારમાં આવેલ જે.પી. એક્સપોર્ટ ગોલ્ડ ડાયમંડ કંપનીમાંથી રૂ. 13 કરોડ 34 લાખ 62 હજાર 327 રૂપિયાની કિંમતના 13.455 કિલોગ્રામ સોનાના દાગીનાની ચોરી થઈ હતી. મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર પ્રકરણમાં જુનાગઢ તરફ પગેરું લંબાયું હતું. આ કેસમાં ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસે સંયુક્ત રાહે તપાસ કરતા જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામના આરોપી જીગ્નેશ કુછડીયાનાથા કુછડીયા અને યશ ઓડેદરાની ચોરી થયેલા તમામ દાગીના સાથે ધરપકડ કરવામાં આવી હતી.

રાજકોટના ફરિયાદીએ જણાવ્યું હતું કેતેમની કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરતા જીગ્નેશ કુછડીયાને સોનાના તૈયાર દાગીના અને લગડી લઈ મુંબઈની જે.પી. એક્સપોર્ટ કંપનીમાં મોકલ્યા હતા. પરંતુ મુખ્ય આરોપી અને સોનાના સેલ્સમેન જીગ્નેશ કુછડીયાએ રૂ. 13 કરોડ કરતાં પણ વધારે કિંમતના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. આટલી મોટી ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

મગ્ર મામલામાં તપાસ કરતા મુંબઈમાં થયેલી સોનાની ચોરીનું પગેરુ માણેકવાડા સુધી પહોંચ્યું હતુંજ્યાં પોલીસે પિતા-પુત્રની સાથે યશ ઓડેદરાની પણ અટકાયત કરી હતી. કોઈને શંકા ન જાય તે માટે જીગ્નેશ અને યશે તેના ઘરની પાછળના ભાગે આવેલા ઝાડ પર કોથળામાં સોનુ બાંધીને લટકાવી દીધું હતું. ત્યારબાદ વધેલું સોનુ જીગ્નેશ કુછડીયાએ તેના પિતા નાથા કુછડીયાને મોકલી આપી સમગ્ર સોનાની ચોરી પર પડદો પાડવાનું કારસ્તાન રચ્યું હતું. જોકેકેસ મહારાષ્ટ્રમાં નોંધાયો હોવાથી જુનાગઢ પોલીસની પકડમાં રહેલા ત્રણેય આરોપીને ટ્રાન્સફર વોરંટથી મુંબઈ પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા.

Latest Stories