જુનાગઢ : બે માસ પહેલા ગુમ થયેલ યુવકની હત્યાનો ચકચારી ખુલાસો થયો, આ ઘટના જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી

બે માસ અગાઉ યુવકની હત્યા કરવામાં આવી, પ્રેમીકાના જ પુત્ર અને પિતરાઇભાઈએ કરી હત્યા

New Update
જુનાગઢ : બે માસ પહેલા ગુમ થયેલ યુવકની હત્યાનો ચકચારી ખુલાસો થયો, આ ઘટના જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી

જૂનાગઢમાંથી બે માસ પહેલા ગુમ થયેલ યુવકની હત્યા થયા હોવાનો સનસનીખેજ ખુલાસો સામે આવતાં પોલીસ ચોંકી ઉઠી છે.

મર્ડરની અનેક ઘટનાઓ સાંભળી હશે પરંતુ જૂનાગઢ શહેરમાં એક એવી ઘટના બની કે પોલીસ પણ આ ઘટનાને જોઈને ચોંકી ઉઠી છે.બે માસ પહેલા ગુમ થયેલા યુવકની હત્યા થઇ હોવાનું સામે આવતા પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી લીધા છે.બે માસ પહેલા શહેરના જયશ્રી રોડ ઉપર લોઢીયાવાડી પાસે રહેતો અને સેન્ટીંગની મજુરી કામ કરનાર સંજય ચૌહાણ નામનો શખ્સ પોતાની પ્રેમીકાને ઝાંઝરડા ચોકડી પાસે ઝૂપડામાં મળવા ગયો તે સમયે જ પ્રેમિકાનો સગીર વયનો પુત્ર અને પિતરાઈભાઈ અને અન્ય શખ્સ આવીને પ્રેમી સંજયને પથ્થર અને પાઇપ વડે મારમારી ભાગી ગયા હતા જોતજોતામાં પ્રેમી યુવકનું મોત નીપજ્યું હતું.. ડરના મારે અપરાધીઓએ પોલીસને કોઈ પુરાવા ન મળે અને હત્યા થઇ હોય તેવું સાબિત ન થાય તે માટે મૃતક યુવકની ગાડી એક તળાવમાં ફેંકી દીધી અને મોબાઈલ સહિતની ચીજવસ્તુઓમાં આગ ચાંપી દીધી હતી.

પ્રેમિકાના પુત્ર અને પિતરાઈભાઈ અને અજીત નામના શખ્સે પ્રેમી સંજયને મોતને ઘાટ ઉતારતા સમગ્ર ઘટના અંગે પોલીસે ડોગ સ્કોર્ડ સહિતની ટીમોની મદદ લીધી હતી. મૃતક યુવકની પ્રેમિકાના સગીર વયનો પુત્રને પોલીસે દાહોદથી પકડી પૂછતાછ કરતા તેણે હત્યા કર્યાની કબુલાત આપી હતી. આ આડાસંબંધની સગીર પુત્રને જાણ થતા તેણે હત્યામાં સાથે રહીને સંજયને માથામાં પત્થરો મારીને ખુન્નસ કાઢ્યું હતું, પોલીસે આ કેસમાં પ્રેમિકાના સગીર પુત્રની પણ અટકાયત કરી છે.

Latest Stories