Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : હવે, ખાખી કરશે સિંહોની સુરક્ષા, જુઓ કેમ જંગલ વિસ્તારમાં SRPના જવાનો તૈનાત કરાયા..!

જુનાગઢમાં વનકર્મીઓ પોતાના પડતર પ્રશ્ને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે,

X

જુનાગઢમાં વનકર્મીઓ પોતાના પડતર પ્રશ્ને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે, ત્યારે હવે જંગલ અને વન્યપ્રાણીઓની સુરક્ષા માટે એસઆરપીના જવાનોને હવાલો સોંપવામાં આવ્યો છે.

રાજ્યમાં વન વિભાગના વનપાલ, વનરક્ષક સહિતના કર્મચારીઓ ગ્રેડ-પે, રજા-પગાર તેમજ પોલીસને આપવામાં આવેલ લાભો જેવા લાભો વન વિભાગના કર્મચારીઓને આપવા સહિતની માંગણીઓ મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે, ત્યારે હાલ જંગલ અને વન્યપ્રાણી અને તેમાં પણ ખાસ કરીને સિંહોની સુરક્ષા સામે સવાલ ઊભો થયો છે. તેવામાં હવે વન વિભાગ દ્વારા મહત્વના નિર્ણય સાથે પોલીસની મદદ લેવામાં આવી છે. પ્રથમવાર જંગલની સુરક્ષામાં એસઆરપીના જવાનો તૈનાત રહેશે. ગાંધીનગરથી 2 ટીમ ફાળવાતા રાજકોટ અને ગોંડલથી SRP જવાનોની ટુકડી જુનાગઢ ખાતે આવી પહોચી હતી. આ બન્ને ટીમો જુનાગઢ અને અમરેલી જિલ્લાના જંગલોમાં સિંહોના રહેઠાણ વિસ્તારમાં આવેલ વિવિધ પોઈન્ટ પર ફરજ બજાવશે.

Next Story