જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આવેલ સમર્પણ હોસ્પિટલની લિફ્ટ નીચે પટકાતાં લિફ્ટમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 4 લોકોને ગંભીર ઇજા પહોચી હતી.
મળતી માહિતી અનુસાર, જુનાગઢના કેશોદ શહેરમાં ટ્રસ્ટ સંચાલિત સમર્પણ હોસ્પિટલમાં લિફ્ટ નીચે પટકાઇ હતી. ચોથા માળે જતી લિફ્ટ નીચે પટકાતાં દુર્ધટના સર્જાય હતી. આ ઘટનામાં સરોડ ગામના ગોવિંદભાઈ ભેડાનું મોત નીપજ્યું હતું, જ્યારે 4 લોકોને ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં 3 ઈજાગ્રસ્તની હાલત વધુ ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લિફ્ટમેન તેમજ દર્દી સહિત 5 લોકો લિફ્ટમાં સવાર હતા, અને પ્રથમ માળે પહોંચતાની સાથે જ લિફ્ટ નીચે પટકાતા દુર્ઘટના સર્જાય હતી.