જુનાગઢ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે યોજાયો "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમ...

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં જુનાગઢ જિલ્લાના “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું આયોજન જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે કરવામાં આવ્યું હતું.

New Update

દિલ્હી સ્થિત ભારત મંડપમાં પીએમ મોદીની હાજરીમાં "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાનો “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ 'જ્ઞાનબાગ ગુરુકુળ' ખાતે યોજાયો હતો. આ તકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશેષ રહ્યા હતા. ઉપરાંત મોટી સંખ્યામા વિદ્યાર્થીઓએ આ તકે વર્ચ્યુલી કાર્યક્રમને માણ્યો હતો. કાર્યક્રમના પ્રારંભમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ મારી પણ પરીક્ષાનો કાર્યક્રમ હોય છે. જીવનમાં અનેક પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામતી હોય, આપણે તે મુજબ તૈયારી કરવાની હોય છે. પરીક્ષાના સમયગાળા દરમિયાન માતા-પિતા વિદ્યાર્થીઓ પર ખોટું દબાણ કરતા હોય છે. દિલ્હી સ્થિત આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પીએમ મોદીને પરીક્ષા અંગે સવાલો પૂછ્યા હતા. જેમાં પીએમ મોદીએ પોતાના અનુભવના આધારે જવાબ આપ્યા હતા. PM મોદીએ જણાવ્યું હતું કે, સ્પર્ધા હોવી જોઈએ પણ સ્પર્ધા હેલ્ધી હોવી જોઈએ. આપણે આપણાથી પ્રતિભા સંપન્ન મિત્રો બનાવવા જોઈએ. માતા-પિતાએ પણ પોતાના બાળકોની સરખામણી તેનાથી વધુ પ્રતિભા સંપન્ન બાળકો જોડે ન કરવી જોઈએ. આ તકે શાળાના શિક્ષકો માટે પણ પ્રશ્નોત્તરી યોજાય હતી. જ્ઞાન બાગ ગુરુકુળ ખાતે આયોજિત પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જુનાગઢ જિલ્લાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories