આહીર યુવક મંડળ દ્વારા સાંસ્કૃતિક નવરાત્રીનું આયોજન
15 વર્ષથી કરવામાં આવે છે નવરાત્રીનું ભવ્ય આયોજન
આહીર સમાજના લોકો પરંપરાગત પહેરવેશ કરે છે ધારણ
માતાજીના ગરબા સાથે શ્રી કૃષ્ણની ભક્તિમાં બને છે લિન
આહીર સમાજે આધુનિકતામાં પણ સંસ્કૃતિને જાળવી રાખી
જુનાગઢ આહીર યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી નિમિત્તે પરંપરાગત પહેરવેશ પહેરીને સમાજના લોકોએ રાસની રમઝટ બોલાવી હતી.
જુનાગઢ ખાતે આહીર યુવક મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષથી નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.જેમાં યદુવંશી નવરાત્રી મહોત્સવમાં સાંસ્કૃતિક પરંપરાની છબી જોવા મળી હતી.અને આહીર સમાજના લોકો ભગવાન શ્રીકૃષ્ણમાં લીન થયા હતા.આ પ્રાચીન નવરાત્રીમાં માતાજીના ગરબા તેમજ ભગવાનની સ્તુતિનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દેશી ઢબથી આ લોકો પોતાના પહેરવેશમાં પુરુષો ચોયણી તેમજ શર્ટ પહેરે છે.જ્યારે મહિલાઓ કાપડું તેમજ ઓઢણું આભૂષણોથી સજ્જ થઈને માના નોરતાનો આનંદ લે છે. આધુનિકતામાં પણ સાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખીને આહીર સમાજના લોકો નવરાત્રિનો આનંદ મેળવે છે.અને મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો મન મૂકીને રાસ રમે છે.