જુનાગઢ : ભાજપ મહિલા કોર્પોરેટરના પુત્ર સહિત શખ્સોની દાદાગીરી,પરિવાર પર હુમલામાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ

વોર્ડ નંબર 2ના ભાજપના પૂર્વ કોર્પોરેટર મુન્ના અને હાલના મહિલા કોર્પોરેટરોના પતિના ત્રણ શખ્સોએ એક પરિવારના ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો કર્યો હતો.

New Update
  • ભાજપ મહિલા કોર્પોરેટરના પુત્રની દાદાગીરી

  • પરિવાર પર કર્યો હતો હુમલો 

  • લાકડી અને છરી વડે યુવાનને પહોંચાડી હતી ઇજા

  • પોલીસે 10 તોફાનીઓ સામે નોંધી હતી ફરિયાદ

  • છ તોફાનીઓની પોલીસે ધરપકડ કરીને શરૂ કરી તપાસ

જૂનાગઢના ખામધ્રોળ રોડ પર આવેલી રઘુવીર સોસાયટીમાં એક ગંભીર ઘટના સામે આવી હતી.વોર્ડ નંબર 2ના ભાજપના પૂર્વ કોર્પોરેટર મુન્ના અને હાલના મહિલા કોર્પોરેટરોના પતિના ત્રણ શખ્સોએ એક પરિવારના ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો કર્યો હતો.આ ઘટનામાં પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી હતી.

જૂનાગઢના વોર્ડ નંબર -2ના ભાજપના પૂર્વ કોર્પોરેટર મુન્ના અને હાલના મહિલા કોર્પોરેટરોના પતિના સાથીઓ અનિલનંદો અને જયેશ ઉર્ફે ભૂરાએ જૂની અદાવતમાં રઘુવીર સોસાયટીમાં રહેતા ખતીજાબેન અને તેમના દીકરા વસીમને ગાળો બોલી હુમલો કર્યો હતોજેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

આ હુમલા બાદ વસીમભાઇ અને તેમનો મામાનો દીકરો સલીમભાઈ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન એક કાળા રંગની કાર આવી હતી. કારમાંથી મુન્નાનો પુત્ર સાવન અને હિતેશ છરી સાથે ઊતર્યા હતા.તેમની સાથે અન્ય 10 જેટલા માણસો હતાજેમણે છરી અને લાકડીઓથી હુમલો કરતા સલીમભાઇની હાથની નસ કપાઈ જતા તેમને પ્રથમ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને બાદમાં પ્રાઇવેટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આ અંગે સલીમભાઇએ હોસ્પિટલના બિછાનેથી ભાજપના કોર્પોરેટરના પુત્ર સહિત 10 લોકો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં હાલમાં પોલીસે ભાજપ મહિલા કોર્પોરેટર લીરીબેન ભીંભાના પુત્રની ધરપકડ સહિત છ તોફાનીઓની પોલીસે ધપરકડ કરી હતી,જ્યારે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

 

Read the Next Article

ગુજરાતમાં જોરદાર ચોમાસું જામ્યું, બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન

ગુજરાતમાં જોરદાર ચોમાસું જામ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી લગભગ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું છે. જે આગળ વધતા

New Update
વરસાદ ખબક્યો

ગુજરાતમાં જોરદાર ચોમાસું જામ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી લગભગ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું છે. જે આગળ વધતા ગુજરાતમાં તેની સારી અસર થશે. જે રાજ્યમાં વરસાદ લાવશે. રાજ્ય પર વરસાદ લાવતી હાલ ત્રણ સિસ્ટમ એક્ટિવ છે.

જેમાં પાકિસ્તાનની પાસે  સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તો બંગાળની ખાડીમાં લો પ્રેશન એરિયા સર્જાયો છે અને તો એક ટ્રફ રેખા ગુજરાત પરથી પસાર થઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે.  નોંધનિય છે કે, આવતી કાલથી સૌરાષ્ટ્રમાં પવનની ગતિમાં પણ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે. ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને  સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર વધશે અને બંને ઝોનના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારિ વરસાદનું અનુમાન છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

આગામી 6 દિવસ ઉત્તર ગુજરાત, મઘ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં  ભારે વરસાદનું અનુમાન છે. કચ્છમાં આજે ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. , પાટણ મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અમદાવાદમાં ભારે નહિ પરંતુ મધ્યમ વરસાદનું અનુમાન છે. અરવલ્લી મહિસાગરમાં ભારે વરસાદની આગાહી છે. ખેડા,પંચમહાલ, આણંદ,  વડોદરા, ભરૂચ, છોટાઉદેપરુ, નર્મદા આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ટૂંકમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.