Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : રૂ. 1.71 લાખના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે કરી 3 શખ્સોની ધરપકડ…

ઝાંઝરડા ચોકડી પાસે બેલાના પીઠા નજીકથી રૂ. 1.71 લાખની કિંમતના 17 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે 3 શખ્સોને રંગેહાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

જુનાગઢ શહેરની ઝાંઝરડા ચોકડી પાસે બેલાના પીઠા નજીકથી રૂ. 1.71 લાખની કિંમતના 17 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે 3 શખ્સોને રંગેહાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢના 2 શખ્સો ઝાંઝરડા ચોકડી પાસે આવેલા બેલાના પીઠા નજીક એક શખ્સને રાત્રિના સમયે ડ્રગ્સની ડિલીવરી આપવા આવવાના હોવાની SOG પોલીસને બાતમી મળી હતી. આથી એસપી હર્ષદ મહેતાની સૂચનાથી પંચને સાથે રાખી SOG પીઆઇ એ.એમ.ગોહિલ સહિતનો પોલીસ કાફલો ગત તા. 14 સપ્ટેમ્બરના રોજ રાત્રે 12:20 કલાકે વોચ ગોઠવી હતી. પોલીસ બેલાની ટ્રકો પાસે અંધારામાં છૂપાઇ ગઇ હતી. આ દરમ્યાન એક શખ્સે ચાલતા આવી બેલાના પીઠા પાસે ઉભા રહી કોઇને ફોન કર્યો હતો. આથી થોડી જ વારમાં ધોરાજી બાયપાસ તરફથી એક કાર આવીને ઉભી રહી હતી. એક શખ્સ કારનો દરવાજો ખોલી કોઇક વસ્તુ ઉભેલા શખ્સને આપી હતી. તેણે એ વસ્તુ લઇ ખીસ્સામાં રાખી હતી. એ જ વખતે પોલીસકર્મીઓ ત્યાં આવી પહોંચ્યા હતા, અને કારને કોર્ડન કરી ચાવી કાઢી ઝડતી લીધી હતી. જેમાં આ શખ્સો પાસેથી પોલીસને 16 પેકેટમાં રાખેલું 17.1 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સની કિંમત રૂ. 1.71 લાખ જેટલી થવા જઈ રહી છે, ત્યારે તો પોલીસે ડ્રગ્સનો જથ્થો, કાર અને મોબાઈલ સહીત રૂ. 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવા સાથે 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story