જુનાગઢ : પોલીસ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરાયું

આર્મ્સ એક્ટ હેઠળ ગેરકાયદેસર હથિયારો રાખનાર શખ્સોને પોલીસે ઝબ્બે કર્યા હતા. આ સાથે જ આરોપીઓ પાસેથી પોલીસે વાહનો, હથિયારો, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

New Update

જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરી 143 ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

જુનાગઢના ધરાનગરખાડિયા વિસ્તારપ્રદીપ ટોકીઝ વિસ્તારગાંધીગ્રામજમાલવાડાદોલતપરાસુખનાથ ચોક સહિત અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન કોંબિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોડી રાતે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી પોલીસે અચાનક કોમ્બિગ કરી જુનાગઢના માથાભારે ઇસમોને ઝડપી પાડ્યા હતા.

જેમાં ગુનાહિત કૃત્યો કરનારહિસ્ટરી શૂટરઆર્મ્સ એક્ટ હેઠળ ગેરકાયદેસર હથિયારો રાખનાર શખ્સોને પોલીસે ઝબ્બે કર્યા હતા. આ સાથે જ આરોપીઓ પાસેથી પોલીસે વાહનો, હથિયારો, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

આ ઉપરાંત વર્ષ 2023માં થયેલ મજેવડી કાંડના મુખ્ય 3 આરોપી સલીમ સાંધશહેબાઝ બ્લોચ અને રિઝવાન અરબની પણ અટકાયત કરવામાં આવી હતી. જોકેજુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરાયેલા સરપ્રાઇઝ કોમ્બિંગના પગલે અન્ય ગુનાહિત કૃત્યો કરનાર શખ્સોમાં ફફડાટ ફેલાયો હતો.

 

#Connect Gujarat #Police Combing #Junagadh News #Junagadh Police #police combing drive #સરપ્રાઇઝ કોમ્બિંગ
Here are a few more articles:
Read the Next Article