/connect-gujarat/media/post_banners/28746de0499408f3978e1e2bf82e255408188bfda7b4301f2dc0b83d36353956.webp)
જુનાગઢમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર 3 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ઘરફોડ ચોરીના 2 ગુનાઓનો ગણતરીના દિવસોમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ભેદ ઉકેલી 16,94,800 રૂપિયાનો મુદામાલ રીકવર કર્યો હતો.
જુનાગઢ શહેર તથા જિલ્લામાં દિવસ તેમજ રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરીના બનાવો બનતા પોલીસ સતર્ક બની તપાસ કરી રહી હતી, ત્યારે પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઘરફોડ ચોરી કરતી ગેંગના ત્રણ શખ્સો જૂનાગઢના ઇવનગર ગામે એક ઝુંપડામાં હોવાનું જાણવા મળતા પોલીસે તપાસ કરતા ત્રણેય શખ્સો મળી આવ્યા હતા. આ ત્રણેય શખ્સો ચોરી કરેલ સોનાના દાગીનાનો ભાગ પાડતા હતા, જ્યાં પોલીસે દાગીના બાબતે પૂછપરછ કરતા કોઇ આધાર પુરાવા ન હોવાનુ જણાવતા પોલીસે તમામ મુદામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ ત્રણેય શખ્સોએ જુનાગઢના દાતાર રોડ ઉપર એક એપાર્ટમેન્ટમાં સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરેલ હોય જે ગુનો શહેરના એ’ ડિવિઝન પોલીસ મથકે તેમજ લોઢીયાવાડીમાં એક મકાનમાંથી સોનાના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરી હોવાno ગુન્હો બી’ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો હતો. જેથી પોલીસે આ બન્ને ચોરીમાં સંડોવાયેલ સુરેશ ઉર્ફે સુરી ભોજવીયા, ચંદુ ચુડાસમા અને ભભુતી બિકાઉ ચૌહાણને ઝડપી તાલુકા પોલીસ મથકે સોંપ્યા હતા.