Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો મામલો સામે આવતા રાજકીય ગરમાવો, ધારાસભ્યોના વિરોધમાં બેનરો લાગ્યા

જુનાગઢ જિલ્લામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો મામલો સામે આવતા ખૂબ જ ઉહાપોહ મચ્યો છે. ક્રોસ વોટીંગ કરનારા ધારાસભ્યોના વિરોધમાં બેનરો લાગ્યા છે.

X

જુનાગઢ જિલ્લામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો મામલો સામે આવતા ખૂબ જ ઉહાપોહ મચ્યો છે. ક્રોસ વોટીંગ કરનારા ધારાસભ્યોના વિરોધમાં બેનરો લાગ્યા છે.

ગત 18મી જુલાઈએ યોજાયેલ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ક્રોસ વોટિંગ કરવાને મામલે રાજકારણ ગરમાયું છે. તેમાં પણ વિસાવદરના ધારાસભ્ય અને ખેડૂતના નેતા ગણાતા હર્ષદ રીબડીયાએ પણ ક્રોસ વોટિંગ કર્યા હોવાના આક્ષેપ થયા છે. જે મામલે તેના જ વિસ્તારના ગામડાઓમાં બેનરો લગાવવામાં આવ્યા છે અને ખેડૂત સાથે ગદ્દારી કરનાર લોકોએ મત માગવા ગામમાં આવવું નહીં તેવા બેનરો લાગતા રાજકારણ ગરમાયુ છે. ભેસાણ તાલુકાના સુખપુર ખારચિયા, જૂનાગઢનું વિજાપુર સહિતના ગામડાઓમાં બેનર લગાવવામાં આવ્યા છે..આ બેનરો કોના દ્વારા લગાવવામાં આવી છે તે સ્પષ્ટતા થઈ નથી પરંતુ ગામમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

Next Story