/connect-gujarat/media/post_banners/b7a4f803fedec488b8107976cca8cfab6f776e879fa5ee82ce5a54f339a3d071.webp)
જૂનાગઢમાં આગામી 15 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે જેના આયોજન સંદર્ભે વહીવટી તંત્રની બેઠક યોજાય હતી
જૂનાગઢમાં આગામી 15 ફેબ્રુઆરી થી 18 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે જેને લઈને તંત્ર દ્વારા આયોજન અંગે બેઠક બોલાવવામાં આવી હતી, જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાતી મહાશિવરાત્રીના મેળાની આયોજનની બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગો, પોલીસ વિભાગ, મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ, સાધુ સંતો, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.કલેક્ટર રચિત રાજે મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીની વિગતો આપી હતી.સાથે જ સાધુ-સંતોના આશીર્વા થી શ્રેષ્ઠ મેળો યોજાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં સફાઈ, ટ્રાફિક, સુરક્ષા, ઉતારા મંડળની વ્યવસ્થા સહિતના મુદ્દે પરામર્શ કરવામાં આવ્યો હતો.