-
પીએમ મોદીનો ગુજરાતમાં ત્રીજો દિવસ
-
સાસણ ગીરની લીધી મુલાકાત
-
વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડેની કરી ઉજવણી
-
સિંહ દર્શનમાં પીએમ મોદીનો જોવા મળ્યો અલગ અંદાજ
-
પીએમ મોદીએ 2900 કરોડના પ્રોજેક્ટ લાયનનું કર્યું લોન્ચિંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. તેઓએ જૂનાગઢના સાસણ ગીરમાં ' વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે' ઉજવ્યો છે. અને પીએમ મોદીએ સાસણ ગીર ખાતે આવેલી જંગલ સફારીની મુલાકાત લીધી છે.આ મુલાકાતમાં તેમનો અલગ અંદાજ જોવા મળ્યો છે.
આજે 3 માર્ચના વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડેના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિંહ દર્શન કર્યું હતું. જૂનાગઢના સાસણ ખાતે પીએમ મોદીએ જંગલ સફારીની મુલાકાત લીધી હતી. અહીં પીએમ મોદી અલગ અંદાજમાં દેખાયા હતા. પીએમ મોદીએ જંગલ સફારીની મજા માણતા ફોટોગ્રાફી પણ કરી છે. આજે 3 માર્ચે વિશ્વ વન્ય સૃષ્ટિ દિવસ છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે હોદ્દાની રૂએ નેશનલ વાઈલ્ડ લાઈફ બોર્ડના અધ્યક્ષ હોવાથી બેઠકમાં ભાગ લેવા સાસણ આવ્યા હતા.જેમાં રવિવારે અહીં તેઓ 2900 કરોડના પ્રોજેક્ટ લાયનનું લોન્ચિંગ કર્યું છે. ગુજરાતમાં વધનારી સિંહોની વસ્તીને જોતા આ પ્રોજેક્ટ હેઠળ 8 સેટેલાઇટ સિંહ વસવાટ કેન્દ્રોમાં નિયંત્રણ, દેખરેખ અને પ્રાણીઓ માટેની હોસ્પિટલ સહિત સુવિધાઓનું લોકાર્પણ કર્યું છે. અને સાસણ ખાતે રાત્રી રોકાણ કર્યુ હતુ.
પીએમ મોદીનો સાસણમાં એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો,અને તેઓએ સિંહ દર્શન સાથે કેમેરામાં સિંહ પરિવારની તસવીરો પણ ક્લિક કરી હતી.