Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : લેબોરેટરીમાં આગ લાગતાં બાજુની હોસ્પીટલમાં પહોચ્યા ધુમાડા, ગૂંગળામણ થતાં 10 દર્દીઓનું રેસ્ક્યુ

જુનાગઢ શહેરના બસ સ્ટેન્ડ નજીક દ્વારકાધીશ માર્કેટમાં આવેલ ખાનગી લેબોરેટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી

X

જુનાગઢ શહેરના બસ સ્ટેન્ડ નજીક દ્વારકાધીશ માર્કેટમાં આવેલ ખાનગી લેબોરેટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી, ત્યારે આગના ધુમાડા બાજુની હોસ્પિટલમાં પહોચતા સારવાર લઈ રહેલા 10 જેટલા દર્દીઓને રેસ્ક્યુ કરી સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

જુનાગઢના દ્વારકાધીશ માર્કેટમાં પ્રથમ માળ પર આવેલ SRL નામની ખાનગી લેબોરેટરીમાં રાત્રિના 4 વાગ્યા આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, આગ ધીમે ધીમે આગળ વધતા લેબોરેટરીની નજીક આવેલ કનેરીયા હોસ્પિટલમાં આગના ઘૂમાડા જતા ત્યાં દાખલ દર્દીઓને ભારે ગૂંગળામણનો ભોગ બનવું પડ્યું હતું. કનેરીયા હોસ્પિટલમાં 10 જેટલા દર્દીઓ સારવાર અર્થે એડમિટ હતા, તેને અલગ અલગ જગ્યાએથી રેસ્ક્યુ કરી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પરંતુ દર્દીના પરિવારજનોના આક્ષેપ મુજબ ફાયરના સાધનો સમયસર કામ કરી રહ્યા ન હતા. ફાયર બ્રિગેડના વાહનમાંથી સીડી પણ ખુલતી ન હોવાના આક્ષેપ થયા છે.

જુનાગઢની SRL લેબોરેટરીમાં આગ લાગવાના કારણે નજીકની હોસ્પિટલમાં કનેરીયા હોસ્પિટલમાં સારવારમાં રહેલ દર્દીઓને બહાર નીકળવામાં ખૂબ જ મુશ્કેલી પડી હોવાનું નજરે જોનાર પ્રત્યકદર્શીઓ જણાવી રહ્યા હતા. હોસ્પિટલમાં કમ્પાઉન્ડર મુખ્ય દરવાજે તાળું મારી બહાર નીકળી ગયા હોય જેથી ફાયર બ્રિગેડે હોસ્પિટલના તાળા તોડી દર્દીઓના બહાર કાઢવા પડ્યા હતા. તબીબોના જણાવ્યા પ્રમાણે, કનેરીયા હોસ્પિટલમાં આગની કોઈ ઘટના નથી બની. પરંતુ નજીકમાં આવેલ લેબોરેટરીની આગના ધુમાડાથી સફોકેશન થતાં દર્દીઓને મુશ્કેલી પડી હતી. દર્દીઓને સ્થળાંતર માટે પોલીસ અને 108 સહિતના કાફલાએ મહા મહેનતે દર્દીઓને બચાવવાની કામગીરી કરી હતી. આગની ઘટના અંગે તબીબ અને લેબોરેટરી સંચાલક ફાયર NOC હોવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ હોસ્પિટલમાં આગની ઘટના બાદ જોતાં ફાયરના આગ કાબુમાં કરવા માટેના સાધનો એક્સપાયરી થયા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.

Next Story