Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : ભાજપની “નો રિપીટ” થીયરી સામે માળીયાહાટીના તાલુકાના સરપંચો થયા લાલઘુમ..!

જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના સરપંચો ભાજપની “નો રિપીટ” થીયરી સામે લાલઘુમ થયા છે.

X

જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના સરપંચો ભાજપની “નો રિપીટ” થીયરી સામે લાલઘુમ થયા છે. જો “નો રિપીટ” થીયરી અપનાવાશે તો આગામી ચૂંટણીમાં સરકારે ભોગવવાનો વારો આવશે તેવી સરપંચો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

હાલ સમગ્ર રાજ્યમાં તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખનો અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થતાં ફરીવાર અઢી વર્ષ માટે તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી થવાની છે, ત્યારે જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં સરપંચો ભાજપની “નો રિપીટ” થીયરી સામે લાલઘુમ જોવા મળ્યા છે. “નો રિપીટ” થીયરીનો માળીયાહાટીના તાલુકામાં વિરોધ થયો છે, અને જો “નો રિપીટ” થીયરી માળીયાહાટીના તાલુકામાં અપનાવાશે તો આગામી સાંસદની ચૂંટણીમાં સરકારે ભોગવવાનો વારો આવશે તેવી સરપંચો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જોકે, “નો રીપીટ”ના બદલે “રિપીટ થીયરી” નહીં અપનાવાય તો આવનારી ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડશે તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

Next Story