/connect-gujarat/media/post_banners/05e8bc4a85651332d49bd1c9808f339ebc2e9ac7f1379772fd133d8ea1bb57a8.jpg)
તા. 15મી ઓગષ્ટના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં 75મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જુનાગઢ ખાતે થવા જઈ રહી છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ કાર્યક્રમોની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે, ત્યારબાદ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. તો સાથે જ પોલીસ હેડક્વાટર્સની દીવાલો પર જનજાગૃતિ અર્થે ચિત્રકારો દ્વારા સુંદર પેઇન્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
જુનાગઢ શહેરમાં સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે ઐતિહાસિક ઇમારતો, સરકારી કચેરીઓ સહિતના જાહેર સ્થળો પર લાઇટિંગ કરવામાં આવ્યું છે. જે શહેરની જનતા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જોકે, રાજ્યકક્ષાનો કાર્યક્રમ જુનાગઢમાં હોવાથી પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે. 2 હજારથી વધુ જુદાજુદા જીલ્લાઓમાંથી પોલીસ બોલાવી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તા. 14 અને 15 ઓગસ્ટ 2 દિવસ જુનાગઢ ખાતે 75મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવશે તેવું વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.