જુનાગઢ : સસરા પક્ષે લગ્ન લઈ ઘરે આવવા ના કહેતા ટીટોળી ગામની યુવતીનો આપઘાત, સ્યુસાઈટ નોટ પણ મળી આવી

ઘટનાને લઈ યુવતીનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

New Update
જુનાગઢ : સસરા પક્ષે લગ્ન લઈ ઘરે આવવા ના કહેતા ટીટોળી ગામની યુવતીનો આપઘાત, સ્યુસાઈટ નોટ પણ મળી આવી

મળતી માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ટીટોળી ગામમાં રહેતી અસ્મિતા નામની યુવતીના બન્ને પક્ષ દ્વારા લગ્ન લઈ તારીખ નક્કી કરવામાં આવી હતી. છતાં સસરા પક્ષ તરફથી લગ્ન લઈ ઘરે આવવાની ના પાડવામાં આવી . જેના કારણે યુવતીને લાગી આવતાં તેણીએ ઝેરી દવા પી લેતાં મોતને વહાલું કરી લીધું હતું.

જોકે, પોલીસને યુવતીએ આપઘાત પહેલાં લખેલી સ્યુસાઈટ નોટ મળી આવી હતી. જેમાં યુવતીએ લગ્ન તારીખ નક્કી થતાં 5 તોલા સોનું આપવાની નક્કી કરાયું હતું. બાદ પતિ સોનું ન આપી બોલીને ફરી ગયા હતા, અને સસરા પક્ષના પરિવાર તરફ ઝઘડો શરૂ કરી ધાક ધમકી આપવામાં આવતી હતી. જેથી યુવતીને લાગી આવતાં તેણીએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ઘટનાને લઈ યુવતીનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે. તો બીજી તરફ, પોલીસે સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories