લાલો ફિલ્મે કરી કરોડોની કમાણી
શૂટિંગ માટે ઘર આપનાર વૃદ્ધાની વેદના
વૃદ્ધ માસીને ભૂલ્યા ફિલ્મ નિર્માતા
ફિલ્મની સફળતા બાદ વૃદ્ધા ભુલાયા
વૃદ્ધ માસીને આર્થિક મદદ પણ ન કરી
ગુજરાતી સુપરહિટ ફિલ્મ "લાલો"કૃષ્ણ સદા સહાયતે રૂપિયા 100 કરોડથી વધુની કમાણી કરી છે,પરંતુ આ ફિલ્મ માટે માનવતાના ધોરણે પોતાનું ઘર શૂટિંગ અર્થે આપનાર વૃદ્ધ મહિલા કપરી પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે.ફિલ્મ નિર્માતાઓ દ્વારા તેઓને કોઈ જ આર્થિક મદદ કરવામાં આવી ન હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
જૂનાગઢના ઉપરકોટ રોડ નજીક ફુલ્યા હનુમાન મંદિરની સામે આવેલી એક સાવ સાદી 'વાણંદ ડેલી' આજે ગુજરાતમાં સુપરહિટ ફિલ્મ 'લાલો: કૃષ્ણ સદા સહાયતે' ના મુખ્ય લોકેશન તરીકે પ્રખ્યાત બની છે. આ એ જ ડેલી છે જ્યાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની રૂપિયા 100 કરોડથી વધુની કમાણી કરનારી આ ફિલ્મના સૌથી મહત્વના અને ભાવનાત્મક દ્રશ્યો ફિલ્માવવામાં આવ્યા હતા. જોકે, આ ફિલ્મે મેળવેલી જબરજસ્ત નામના અને કરોડોની સફળતા વચ્ચે, મકાન માલિક પરિવારને જે કડવો અનુભવ થયો છે. તે ખૂબ જ દુઃખદાયક છે. આ મકાનના માલિક વૃદ્ધ મહિલા ભાવનાબેન વાજાએ આંખમાં આંસુ સાથે પોતાની વેદના વ્યક્ત કરી છે, જેમણે માનવતાના ધોરણે ફિલ્મની ટીમને શૂટિંગ માટે ઘર પૂરું પાડ્યું હતું.
ભાવનાબેને જણાવ્યું હતું કે "લાલો" ફિલ્મે આજે રૂપિયા 100 કરોડની કમાણી કરી છે.માનવતાના ધોરણે ઘર ફિલ્મના શૂટિંગ માટે આપ્યું હતું,પરંતુ ફિલ્મની સફળતા બાદ તેઓને ફિલ્મ નિર્માતાઓ દ્વારા કોઈ જ આર્થિક સહાય આપવામાં આવી નથી.અને શૂટિંગ દરમિયાન જે વૃદ્ધ મહિલાને બધા માસી માસી કહીને હેત વરસાવતા હતા તે લોકો જ આજે સફળતા મળ્યા બાદ માસીને ભૂલી ગયા છે.