જુનાગઢ : દામોદર કુંડમાં આવેલ પ્રાચીન મોક્ષ પીપળાનો જીર્ણોદ્ધાર કરી પિતૃ તર્પણ માટે ખુલ્લો મુકાયો...

જુનાગઢના ગિરનારની ગોદમાં આવેલ પવિત્ર દામોદર કુંડનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, ત્યારે પિતૃ તર્પણ કરવા આવતા ભક્તો માટે મોક્ષ પીપળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

New Update
  • દામોદર કુંડમાં આવેલ મોક્ષ પીપળો હતો જીર્ણ અવસ્થામાં

  • દામોદર ટ્રસ્ટમાં મોક્ષ પીપળાના જીર્ણોદ્ધાર માટેની રજૂઆત

  • ટ્રસ્ટ દ્વારા પ્રાચીન મોક્ષ પીપળાનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો

  • પિતૃ તર્પણ માટે પ્રાચીન મોક્ષ પીપળા ખુલ્લો મુકવામાં આવ્યો

  • મોક્ષ પીપળે જળ અર્પણ કરી પિતૃ તૃપ્તિ માટે પ્રાર્થના કરાય

Advertisment

જુનાગઢના ગિરનારની ગોદમાં આવેલ પવિત્ર દામોદર કુંડનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છેત્યારે પિતૃ તર્પણ કરવા આવતા ભક્તો માટે મોક્ષ પીપળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ગિરનારની ગોદમાં પવિત્ર દામોદર કુંડમાં આવેલ મોક્ષ પીપળો જીર્ણ અવસ્થામાં હતોત્યારે દામોદર કુંડ ટ્રસ્ટ મંડળ દ્વારા મોક્ષ પીપળાનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતોજ્યાં સફાઈ કામદારના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મોક્ષ પીપળો પિતૃ તર્પણ કરવા આવતા ભક્તો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દામોદર કુંડ ખાતે ચૈત્ર માસ કારતક માસ ભાદરવા માસમાં હજારોની સંખ્યામાં લોકો પિતૃ તર્પણ કરી મોક્ષ પીપળે જળ અર્પણ કરી પિતૃ તૃપ્તિ માટે પ્રાર્થના કરતા હોય છેત્યારે દામોદર ટ્રસ્ટમાં કરાયેલી રજૂઆતના પગલે ટ્રસ્ટ દ્વારા મોક્ષ પીપળાનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.

 

Latest Stories