જૂનાગઢ :  કેશોદના અગતરાઇથી મોવાણા ગામને જોડતો મુખ્ય રસ્તો 8 વર્ષથી બિસ્માર,સ્થાનિકો સહિત ખેડૂતોમાં ઉગ્ર રોષ

જૂનાગઢ જિલ્લાના કેશોદના અગતરાઇથી મોવાણા ગામને જોડતો મુખ્ય રસ્તો 8 વર્ષથી બિસ્માર હોવાથી હજારો ખેડૂતો હાલાકી વેઠી રહ્યા છે.

New Update
  • બિસ્માર રસ્તાથી હાલાકી

  • 8 વર્ષથી રસ્તો છે ખખડધજ

  • ખેડૂતોને રસ્તાના અભાવે પરેશાની

  • તંત્રમાં રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય

  • ખેડૂતોના સહકારની જરૂર,R&B અધિકારી

જૂનાગઢ જિલ્લાના કેશોદના અગતરાઇથી મોવાણા ગામને જોડતો મુખ્ય રસ્તો 8 વર્ષથી બિસ્માર હોવાથી હજારો ખેડૂતો હાલાકી વેઠી રહ્યા છે.અનેકવાર રજૂઆત છતાં રસ્તો ન બનતા સ્થાનિક લોકો અને ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

જૂનાગઢ જિલ્લાના કેશોદના અગતરાઇ ગામથી મોવાણા ગામ તરફ જવાનો મુખ્ય રસ્તો છેલ્લા 8 વર્ષથી બિસ્માર છે. આ વિસ્તારમાં આવેલ વાડી વિસ્તારમાં ખેડૂતોને પોતાના ખેતરે આવવા જવા અને ખેતી પાક લઈ જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છેહાલ આ મુખ્ય રસ્તો કે ને જૂનો રાજમાર્ગ કહેવાય છે તે તૂટી જતા ગામના લોકોએ 17 કિલોમીટર ફરીને જવું પડે છે.જેથી સમય સાથે ઇંધણ અને પૈસાનો વ્યય થાય છે. આ રસ્તા મુદ્દે સીએમઓ સુધી રજૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવી છે,પરંતુ હજુ સુધી આ રસ્તાનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી.ગામના સરપંચ અનિલ હદવાણીએ જણાવ્યું કે આ રસ્તો વહેલી તકે થાય તો ખેડૂતોની સમસ્યા દૂર થાય તેમ છે,આ રસ્તો મંજૂર થઈ ગયો હોવા છતાં હજુ સુધી ન બનતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ અંગે આરએમબીના અધિકારીના જણાવ્યા અનુસાર વરસાદી પાણીના નિકાલ માટે ખેડૂતોએ જગ્યા ન આપતા એટલા માટે આ રસ્તાનું કામ અટકી ગયું હતું. આશરે 70 ટકા જેટલી કામગીરી કરવામાં આવી છે.બાકીનું કામ જગ્યાના અભાવના કારણે  થઇ શક્યું નથી. છતાં પણ અમારા પ્રયત્નો હાલ પણ ચાલુ છે. ખેડૂતો સહમતિથી થોડી જગ્યા આપી દે તો પાણી નીકળી જાય અને સાઈડમાં રસ્તો બની શકે.

Latest Stories