જુનાગઢ : સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા ઝીંકી ટીંબાવાડીના યુવાનની હત્યાથી ચકચાર...

જુનાગઢ શહેરના પોશ ગણાતા વિસ્તાર એવા ટીંબાવાડી વિસ્તારમાં ગતરાત્રીના સમયે એક યુવાનની સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે.

New Update

જુનાગઢ શહેરમાં ટીંબાવાડી વિસ્તારમાં આવેલી તક્ષશિલા સોસાયટીમાં રહેતા દીપેન વાજા નામના યુવાનની છરીના આડેધડ ઘા ઝીંકીને હત્યા કરી નાખવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક યુવકના પિતા અનિલ વાજાએ જણાવ્યું હતું કે, ગત સવારે તેમના ઘર પાસે દરગાહની પાછળ રહેતો શખ્સ અપશબ્દો બોલતો હોય જેને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા તે જતો રહ્યો હતો. જોકે, બાદમાં મોડી રાતે 10 વાગ્યાના અરસામાં ફરી તે શખ્સ સહિતનાએ દીપેન વાજાના ઘર પાસે બોલાચાલી કરતા હોય જેને લઈને ફરી માથાકૂટ થતાં અમીન સહિતના શખ્સોએ છરી વડે હુમલો કરતા દીપેનને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું મોત થયું હતું.

બનાવની જાણ થતા જ ડિવાઇએસપી પ્રદીપસિંહ જાડેજા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હત્યાના બનાવવામાં 2 મહિલા સહિત 6 શખસોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. જેને લઇને પોલીસે તપાસ કરી કાર્યવાહી શરૂ કરી આરોપીઓને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories