-
પરિણીત મહિલા ગુમ થવાનો મામલો
-
એક વર્ષે બાદ ઘટનાનો ભેદ ઉકેલાયો
-
મહિલાના પ્રેમીએ પ્રેમ સંબંધથી કંટાળી જઈને કરી હતી હત્યા
-
મહિલાનો 11 વર્ષીય પુત્ર બન્યો માઁ વિહોણો
-
પ્રેમીએ મહિલાની હત્યા કરીને લાશ કુવામાં ફેંકી દીધી હતી
-
પોલીસે કુવામાંથી નરકંકાલ બહાર કાઢીને તપાસ શરૂ કરી
-
પોલીસે આરોપી હત્યારા પ્રેમીની કરી ધરપકડ
જૂનાગઢ જિલ્લાના રૂપાવટી ગામમાં 35 વર્ષીય મહિલા એક વર્ષ અગાઉ ગુમ થઇ હતી,જે ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી,પરિણીત મહિલાને તેના પ્રેમીએ જ મોતને ઘાટ ઉતારીને કુવામાં ફેંકી દીધી હતી,હાલ પોલીસે આરોપી હત્યારા પ્રેમીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
જૂનાગઢ જિલ્લાના રૂપાવટી ગામના વલ્લભ સાવલીયાએ તારીખ 27 માર્ચ 2024 ના રોજ વિસાવદર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી કે તેમની 35 વર્ષની પત્ની દયાબેન ઘરેથી રૂપિયા 9 લાખ 37 હજાર 725ની કિંમતના સોનાના દાગીના 30 હજાર રોકડા લઇ કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહી હતી, અને મહિલા 11 વર્ષના પુત્રની માતા પણ હતી.
મહિલાના ગુમ થયા અંગેની પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી,પરંતુ દયાબેનનો કોઈ જ સઘડ પોલીસને મળતા ન હતા,પરંતુ પોલીસ દ્વારા પણ મહિલાના પ્રેમ સંબંધો અંગેની દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.અને આખરે પોલીસની આ શંકા સાચી નીકળી હતી.
પોલીસ તપાસમાં દયાબેનને ગામના જ હાર્દિક સુખડીયા સાથે પ્રેમ સંબંધ હતો, જેથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમ ગુમ થનારને શોધી કાઢવા માટે આકાશ પાતાળ એક કરી નાખ્યું હતું,અને પોલીસની શંકાની સોય આખરે હાર્દિક સુખડીયા પરજ ભોંકાય હતી.
અને હાર્દિક છેલ્લા એક વર્ષથી પોતાનો મોબાઈલ પણ વાપરતો નહોતો અને પોતે નિર્દોષ હોવાનો તેમજ તેને કોઈ જ ગુન્હો ન કર્યો હોવાનો ભાવ દર્શાવીને ફરતો હતો,પરંતુ પોલીસની હાર્દિક તરફની શંકા વધુ મજબૂત બનતા પોલીસે તેની સઘન પૂછપરછ કરી હતી,અને આખરે પોલીસ આગળ આરોપી ભાંગી પડ્યો હતો,અને ગુન્હાની કબૂલાત કરી હતી.
ઘટનાની હકીકત જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી,હાર્દિક અને દયા વચ્ચેના પ્રેમ સંબંધથી કંટાળી જઈને હાર્દિકે દયાબેનની તારીખ 3 ફેબ્રુઆરી 2024ના રોજ હત્યા કરી હતી,બગસરાના હડાળાથી ખારી તરફ જતા રસ્તે ગામની સીમમાં પડતર કુવા પાસે લઈ જઈ તેણીનું મોત નિપજાવી લાશને કુવામાં ફેંકી દિઘી હતી,અને સમગ્ર હકીકત બહાર આવતા પોલીસે તપાસ કરીને કુવામાં ફાયર બ્રિગેડની ટીમ તથા એફ.એસ.એલ.ટીમની મદદથી તપાસ કરતા માનવ કંકાલના અવશેષો મળી આવ્યા હતા,અને પોલીસે ફોરેન્સીક પી.એમ.માટે ભાવનગર મોકલી ખાતે મોકલ્યા હતા.આમ પરિણીત મહિલાના અનૈતિક સંબંધનો કરુણ અંજામ આવ્યો હતો.હાલ પોલીસે પ્રેમી હાર્દિકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.