જુનાગઢ : ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા ગળોદર ગામના વીર શહીદ જવાનની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા…

જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ગળોદર ગામના વીર શહીદ જવાનની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા.

New Update

દિલ્હી ખાતે ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા મૂળ જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ગળોદર ગામના વતની દિનેશ સિંધવની અચાનક તબિયત ખરાબ થઈ હતી, ત્યારે તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન જવાન દિનેશ સિંધવનું નિધન થયું હતું, ત્યારે વીર શહીદ જવાન દિનેશ સિંધવના પાર્થિવ દેહને પ્લેન મારફતે દિલ્લીથી અમદાવાદ અને ત્યાંથી બાય રોડ વતન ગળોદર ગામમાં લાવવામાં આવ્યો હતો. વીર શહીદ જવાનનો પાર્થિવ દેહ વતનમાં લવાતા ગળોદર ગામ સહિત સમગ્ર પંથકમાંથી લોકો અંતિમ દર્શન કરવા માટે ઉમટ્યા હતા. ભારતીય સૈન્ય દ્વારા વીર શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ શહીદ જવાન દિનેશ સિંધવની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા. પોતાના વતનનો જવાન શહીદ થતાં માળીયાહાટીના તાલુકા પંથકમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો.

Latest Stories