જુનાગઢ : લૂંટના ઇરાદે અજાણ્યા શખ્સોએ કરી વૃદ્ધાની હત્યા, ભોય ટાંકામાંથી મૃતદેહ મળી આવતા પોલીસ તપાસ શરૂ..!

New Update
જુનાગઢ : લૂંટના ઇરાદે અજાણ્યા શખ્સોએ કરી વૃદ્ધાની હત્યા, ભોય ટાંકામાંથી મૃતદેહ મળી આવતા પોલીસ તપાસ શરૂ..!

મળતી માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુડા ગામમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા 70 વર્ષીય વૃદ્ધા જીતિબેન વસાણીની આજે વહેલી સવારે લૂંટના ઇરાદે અજાણ્યા શખ્સો હત્યા કરી નાસી છૂટ્યા હતા. જેમાં પાડોશીએ દરવાજો ખખડાવતા દરવાજો ન ખુલતા લોહીના ધબ્બા દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ જુનાગઢ ડીવાયએસપી, ક્રાઈમ બ્રાન્ચ, FSL સહિત ભેસાણ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં પોલીસે મકાનનો દરવાજો ખોલીને તપાસ કરતા વૃદ્ધાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી હત્યા કરાય હોવાનું જણાય આવ્યું હતું. જેમાં સોનાના ઘરેણાંની લૂંટના ઇરાદે વૃદ્ધાની હત્યા કરી હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. અજાણ્યા શખ્સોએ હત્યાના પુરાવાનો નાશ કરવા માટે ઘરમાં રહેલ ભોય ટાંકામાં વૃદ્ધાના મૃતદેહને ફેંકી દીધો હતો. હાલ તો પોલીસે વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી હત્યારાઓનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

Latest Stories