જૂનાગઢના અતિ પ્રાચીન વાઘેશ્વરી માતાજીના મંદિરે નવરાત્રી નિમિતે ભક્તોની ઉમટી ભીડ

જૂનાગઢના અતિ પ્રાચીન વાઘેશ્વરી માતાજી મંદિરે નવરાત્રીના પ્રારંભ સાથે જ ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડયા હતા.

New Update

નવરાત્રીના પ્રારંભ સાથે માઇ મંદિરોમાં ભક્તોની ભીડ 

જૂનાગઢના અતિ પ્રાચીન વાઘેશ્વરી માતાના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા 

700 વર્ષ જુના મંદિરમાં માતાજી સ્વયંભૂ બિરાજમાન હોવાની માન્યતા 

રાજા રા'નવઘણ અને રાણકદેવી પણ માતાજીના કરતા હતા દર્શન 

ભક્તો માતાજીના ભક્તિરસમાં બન્યા તરબોળ 

જૂનાગઢના અતિ પ્રાચીન વાઘેશ્વરી માતાજી મંદિરે નવરાત્રીના પ્રારંભ સાથે જ ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડયા હતા.
માઁ દુર્ગાના નવ સ્વરૂપના નવ દિવસ સુધી પૂજા અર્ચના કરવાનો અમૂલ્ય અવસર એટલે નવરાત્રી પર્વનો આજથી પ્રારંભ થયો છે.ત્યારે જૂનાગઢના અતિ પ્રાચીન શ્રી વાઘેશ્વરી માતાજી મંદિરે વહેલી સવારથી ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા,આ પ્રાચીન મંદિર 700 વર્ષ કરતા પણ જુનુ છે,અને માતાજી સ્વયંભૂ અહીં બિરાજમાન હોવાનું કહેવાય છે,એક લોકવાયકા મુજબ અહીં રાજા રા'નવઘણ અને રાણકદેવી પણ દર્શનાર્થે આવતા હતા, આ વાઘેશ્વરી મંદિરે વર્ષમાં 4 નવરાત્રીઓ ઉજવવામાં આવે છે.ત્યારે આસો નવરાત્રીનો પ્રારંભ થતા ભક્તો માતાજીના ભક્તિરસમાં તરબોળ બન્યા છે.
Latest Stories