જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના વિરડી ગામ નજીક 40 વર્ષીય પુરુષનો હત્યા કરેયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતકની પત્ની અને તેના પ્રેમી હત્યા કરી હોવાનો ખુલાસો થતાં પોલીસે બન્નેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના વીરડી ગામના 40 વર્ષીય કારડીયા રજપૂત યુવાન ભાવેશ પરમારનો મૃતદેહ વિરડી ગામેથી અડધો કીલોમીટર દૂરથી મળી આવતા માળીયા હાટીના પોલીસ મથકના પીએસઆઇ બી.કે.ચાવડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. પોલીસે ઘટના સ્થળે દોડી આવી આ બનાવ અકસ્માત કે, પછી હત્યા છે. તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
તપાસના અંતમાં મૃતક ભાવેશ પરમારની પત્નીના ફોનમાં શંકાસ્પદ મેસેજ મળી આવ્યા હતા. જેમાં મૃતકની પત્ની અને તેનો પ્રેમી અમરાપુર ગામના વતની ભરત વાઢીયાની યુક્તિ પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતા મૃતકના પત્ની અને તેનો પ્રેમી ભાંગી પડ્યા હતા. બન્નેએ સાથે મળી ભાવેશભાઈ પરમાર હત્યા કરી હોવાની કબુલાત આપતા પોલીસે ધરપકડ કરી છે. જોકે, હત્યારાઓએ ભાવેશ પરમારને મોટર સાયકલ સાથે ફેંકી દઈ આ બનાવને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.