Connect Gujarat
ગુજરાત

જુનાગઢ: મેઘરાજાએ ધેડ પંથકમાં વરસાવ્યો કહેર, જયાં જુઓ ત્યાં પાણી જ પાણી

X

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. માણાવદર તાલુકાના કોયલાણા ઘેડ વિસ્તારમાં જયાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહયું છે.

વિસાવદર પંથકમાં 12 થી 15 ઇંચ જેટલા પડેલા ભારે વરસાદના કારણે તમામ ડેમ ઓવરફલો થયા છે અને ઓઝત ડેમ મારફતે આ પાણી ઘેડ પંથકના ૫૦ જેટલા ગામોમાં ફરી વળ્યા છે. કેશોદ, માંગરોળ, માણાવદરના ગ્રામ્ય વિસ્તારમાં નીચાણવાળા ઘરોમાં પાણી પ્રવેશી ગયા છે અને ખેતરો પાણીમાં ગરકાવ છે. જયાં જુઓ ત્યાં આકાશી આફતે વેરેલા વિનાશના દ્રશ્યો જોવા મળી રહયાં છે.

ખેડૂતોને આ સિઝનમાં બીજીવાર ભારે વરસાદી તાંડવનો ભોગ બનવું પડ્યું છે હજુ તો અગાઉ ભરાયેલાં વરસાદી પાણી ખેતરોમાંથી ઓસરી રહ્યા હતા ત્યાં ફરી એક વખત મેઘ તાંડવ થતા ઘેડ પંથક જળબંબાકાર થઇ ગયો છે. છેલ્લા બે દિવસથી પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે કોઈલાણા ગામમાં રસ્તા ઉપર કમરડૂબ પાણી ભરાઇ ગયાં છે. કનેકટ ગુજરાતની ટીમ કોયલાણા ગામે પહોંચી હતી અને અમારા રીપોર્ટર અમર બખાઇએ લોકોની વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો હતો.

Next Story