કેસર કેરીથી ઉભરાયું જુનાગઢનું APMC માર્કેટ, એક જ દિવસમાં કેરીના રેકોર્ડ બ્રેક 28 હજાર બોક્સની આવક...

કેસર કેરી સહિત અન્ય કેરીની સીઝનની આ સૌથી મોટી આવક નોંધાય છે. APMC ખાતે હરાજીમાં 10 કિલો કેરીના બોક્સના ભાવ 1 હજારથી 1300 રૂપિયા વચ્ચે રહ્યા છે. આ ભાવ ગયા વર્ષની તુલનામાં વધારે છે.

author-image
By Connect Gujarat Desk
New Update
  • માવઠાના કારણે ખેડૂતોએ ઉતાર્યો કેરીનો પાક

  • જુનાગઢનું APMC માર્કેટ કેસર કેરીથી ઉભરાયું

  • સીઝનની સૌથી વધુ કેસર કેરીની આવક થઈ

  • APMCમાં કેરીનો હજારથી 1300 ભાવ બોલાયો

  • ચાલુ સિઝનમાં 2 લાખથી વધુ બોક્સની આવક 

જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સીઝનની સૌથી મોટી આવક નોંધાય છે. એક જ દિવસમાં કેસર કેરીના 28 હજાર બોક્સની આવક થતાં APMC કેસર સહિતની કેરીઓથી ઊભરાયું હતું.

હાલમાં કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતો આંબા પરથી કેરી ઉતારીને તાત્કાલિક માર્કેટ યાર્ડમાં લાવી રહ્યા છે. મોટાભાગના ખેડૂતો પાકના નુકસાનથી બચવા તાત્કાલિક વેચાણ તરફ વળ્યા છેત્યારે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં કેસર કેરીના 28 હજાર બોક્સની આવક જોવા મળી છે. જોકેકેસર કેરી સહિત અન્ય કેરીની સીઝનની આ સૌથી મોટી આવક નોંધાય છે. APMC ખાતે હરાજીમાં 10 કિલો કેરીના બોક્સના ભાવ 1 હજારથી 1300 રૂપિયા વચ્ચે રહ્યા છે. આ ભાવ ગયા વર્ષની તુલનામાં વધારે છે.

જોકેભાવમાં મળેલી સ્થિતિને લઈ ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો છેત્યારે કેરીના શોખીનો માટે પણ સીઝન મધુર બનવાની આશા છે. આ તરફકમોસમી વરસાદની સ્થિતિને ધ્યાનમાં લઈ માર્કેટ યાર્ડ દ્વારા અલગ શેડ અને લોબી વિસ્તારમાં માલ ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. યાર્ડમાં જગ્યા પૂરતી ન હોવાથી બહાર પણ માલ ઉતારવાની વ્યવસ્થા યથાવત્ છે. માવઠા વચ્ચે જો આબોહવા સહકાર આપશેતો આગામી દિવસોમાં પણ કેસર કેરીની આવકમાં સતત વધારો થશે. આ સાથે જ કેરીના ભાવ પણ વધુ રહેવાની સંભાવના છે.

Latest Stories