'ગૃહે ગૃહે શ્રી રામ' ના મુખ્ય સૂત્રને લઈને કચ્છમાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.કળા, સાહિત્ય અને શિક્ષણ સાથે સંકળાયેલા તજજ્ઞોઍ સમન્વય સાધી રામનવમી નિમિતે રામાયણ આધારિત પ્રશ્નોત્તરી તૈયાર કરી હતી.જેમાં કચ્છ ઉપરાંત ગુજરાત અને વિદેશમાંથી પણ સોશિયલ મીડિયા મારફતે બાળકોએ વિશિષ્ટ પ્રશ્નોત્તરીમાં ઉમળકાભેર ભાગ લીધો હતો. આ 'પ્ર્શ્નાયણ'ના પ્રેરણા શ્રોત ગાંધીધામમાં એચ.કે.વી. શાળાના શિક્ષકા શીતલ ધોળકિયાના પ્રયાસોથી ખાસ રામાયણ આધારિત પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા હતા.
રામનવમીના સવારે ભગવાન શ્રીરામના ગાંધીધામ સ્થિત મંદિરથી આ પશ્નપત્રનું લોન્ચિંગ કરાયું હતી.જેમાં સાડાત્રણસોથી વધુ બાળકોએ ભાગ લીધો હતો. વર્તમાન સમયમાં બાળકો ગેમિંગ કે સોશ્યિલ મીડિયામાં રીલ્સ જોવામાં મશગુલ બન્યા છે ત્યારે રામાયણ આધારિત પ્રશ્નોએ આધ્યાત્મિક ક્ષેત્રે ચેતના જગાવી છે. આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેનાર દરેક બાળકોને પ્રમાણ પત્રો આપવામાં આવ્યા હતા.આ સ્પર્ધામાં દરેક ધર્મના વિધાર્થીઓઍ ભાગ લીધો હતો. ઍ દ્રષ્ટિઍ સદભાવનાના દર્શન થયાં. આ પ્રશ્નોત્તરી દરમ્યાન સચિન ધોળકિયા, મમતાજોશી, રીટા દાદલ , અજય પરમાર અને ધૈર્ય છાયાએ સહયોગ આપ્યો હતો.