કાર્તિકી પૂર્ણિમાના મેળાનું સંપન્ન
સોમનાથ ખાતે યોજાયો ભવ્ય મેળો
પાંચ દિવસમાં 11 લાખ લોકોએ લીધો લ્હાવો
સાંસ્કૃતિક પ્રદર્શનીએ લોકોમાં જમાવ્યું આકર્ષણ
સાંસ્કૃતિક કાર્યક્રમથી શ્રોતાઓને કર્યા મંત્રમુગ્ધ
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો ભવ્ય રીતે સંપન્ન થયો હતો,આ મેળામાં પાંચ દિવસમાં અંદાજીત 11 લાખ શ્રદ્ધાળુઓએ લ્હાવો લીધો હતો.
સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય મેળાઓમાંના એક 'કાર્તિકી પૂર્ણિમા મેળાનું ભવ્ય રીતે સમાપન થયું હતું. સોમનાથના પાંચ દિવસીય કાર્તિકી પૂર્ણિમા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું અને અંદાજીત 11 લાખ લોકોએ મેળાનો લાભ લીધો હતો.
આ મેળામાં સૌથી મોટું આકર્ષણ ગણાતા રાત્રી સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુપ્રસિધ્ધ લોકગાયક અને ગાયિકાઓ દ્વારા સૌરાષ્ટ્ર અને સોમનાથના ગૌરવવંતા ઇતિહાસનું વર્ણન કરવાની સાથે સુમધુર ભજનો, લોકગીતો અને ભક્તિગીતો રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ મેળામાં બાળકોની સાથે યુવાનો માટે પણ 50 થી વધુ રાઈડ્સ લગાવવામાં આવી હતી અને બાળકોએ આ મેળાનો આનંદ માણ્યો હતો.