ખેડા : ડાકોર સ્થિત રણછોડરાય મંદિરના 251મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાય...

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડરાય મંદિરના 251મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update
ખેડા : ડાકોર સ્થિત રણછોડરાય મંદિરના 251મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાય...

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડરાય મંદિરના 251મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભગવાન રાજા રણછોડના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.

ભગવાન રાજા રણછોડરાયને દ્વારિકાથી ડાકોર આવ્યાને 850 વર્ષ ઉપરાંત થયા છે. પરંતુ હાલના ડાકોર ખાતે સ્થાપિત મંદિરમાં ભગવાનને બિરાજે આજે 250 વર્ષ પૂર્ણ થયા છે. ડાકોર ખાતે રણછોડરાયજીના 251 વર્ષમાં મંગલ પ્રવેશ બદલ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે ભગવાન રણછોડરાયજીની મંગળા આરતી, પંચામૃત સ્નાન, નવા ઘરેણાથી શણગાર કરવામાં આવ્યો હતો. અબીલ ગુલાલની રમઝટ સાથે ભગવાન રાજા રણછોડની શણગાર આરતી કરવામાં આવી હતી, ત્યારે આજના પવિત્ર દિવસે ભગવાન રણછોડરાયજીના દર્શન કરવા માટે હજારો શ્રદ્ધાળુઓ ડાકોર ખાતે પધાર્યા હતા.

Latest Stories