Connect Gujarat
ગુજરાત

ખેડા : મિશન અમૃત સરોવર અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા હેતુ નડિયાદ ખાતે સેમીનાર યોજાયો...

ખેડા જિલ્લા નિયામક, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના અધ્યક્ષસ્થાને મિશન અમૃત સરોવર અંગે નડિયાદ ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખેડા : મિશન અમૃત સરોવર અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા હેતુ નડિયાદ ખાતે સેમીનાર યોજાયો...
X

ખેડા જિલ્લા નિયામક, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના અધ્યક્ષસ્થાને મિશન અમૃત સરોવર અંગે નડિયાદ ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી દ્વારા આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી અંગે આઝાદીના અમૃત મહોત્સવ રૂપે દેશના દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર (તળાવ) બનાવવા આહ્વાન કર્યું છે. જેથી દેશમાં કુલ ૫૦,૦૦૦ અમૃત સરોવરનું નિર્માણ થશે. જેમાં ખેડા જિલ્લામાં કુલ ૭૭ અમૃતસરોવર બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. ખેડા જિલ્લામાં તા. ૨૨-૦૫-૨૦૨૩ના રોજ (ઈ.ચા.) નિયામક, જિલ્લા ગ્રામવિકાસ એજન્સી, ખેડા-નડિયાદના અધ્યક્ષસ્થાને મિશન અમૃત સરોવરના પંચાયત પ્રતિનિધિ અને પંચાયત લેવલ ઓફિસર સાથે ખેડા જિલ્લા પંચાયત ભવન, ડભાણ રોડ, નડિયાદ ખાતે સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં મિશન અમૃત સરોવર અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તથા અમૃત સરોવરની પાળે બાકી રહેતી સુશોભનની કામગીરી પૂર્ણ કરવા સુચના આપવામાં આવી અને અમૃત સરોવરના અંગે જાગૃતતા તથા સહભાગિતા વધારવા માટે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Next Story