Connect Gujarat
ગુજરાત

ખેડા : ચૂંટણી દરમિયાન આવશ્યક સેવા ફરજ પરના કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ આપવા વ્યવસ્થા કરાય...

આવશ્યક સેવાઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવનાર છે.

ખેડા : ચૂંટણી દરમિયાન આવશ્યક સેવા ફરજ પરના કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ આપવા વ્યવસ્થા કરાય...
X

ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં ચૂંટણીની આવશ્યક કામગીરીમાં રોકાયેલ સરકારી અધિકારીઓ, કર્મચારી માટે પોસ્ટલ બેલેટ અંગે ખાસ વ્યવસ્થા ઊભી કરવા અંગે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીએ જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રી સીટી, બીએસએનએલ, રેલ્વે, દુરદર્શન, ઓલ ઇન્ડિયા રેડિયો, આરોગ્ય સેવાઓ, એવીએશનની સેવાઓ, એસટી બસની સેવાઓ, ઓથોરાઈઝ મીડિયાકર્મીઓ, ટ્રાફિક પોલીસ અને એમ્બ્યુલન્સ જેવી આવશ્યક સેવાઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવનાર છે.

આ માટે જે તે વિભાગના નોડલ અધિકારીઓએ તેમના વિભાગ દ્વારા ફોર્મ નંબર ૧૨D મોડામાં મોડું તા. ૧૫ નવેમ્બર ૨૦૨૨ સુધીમાં જે તે મતવિસ્તારના ચૂંટણી અધિકારી પાસે જમા કરાવવાનું રહેશે તેમ જણાવ્યું હતું. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર બી.એસ.પટેલ, નાયબ ચૂંટણી અધિકારી ધર્મેન્દ્ર ચૌહાણ, નાયબ કલેક્ટર વિજય રાઠોડ તમામ આવશ્યક સેવાના જિલ્લા તથા નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story