Connect Gujarat
ગુજરાત

ખેડા : રમઝાન માસની ઊજવણીને અનુલક્ષી હથિયાર બંધીનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુપેરે જળવાઈ રહે તથા હાલની પરિસ્થિતીને ધ્યાને રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ખેડા : રમઝાન માસની ઊજવણીને અનુલક્ષી હથિયાર બંધીનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
X

ખેડા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુપેરે જળવાઈ રહે તથા હાલની પરિસ્થિતીને ધ્યાને રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

હાલમાં મુસ્લીમ સમુદાયનો પવિત્ર રમઝાન માસ ચાલુ છે. રમઝાન માસની ઉજવણી જિલ્લામાં મુસ્લીમ સમુદાયના વસ્તી ધરાવતા તમામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવે છે. આ દરમ્યાન નમાજ પઢવા માટે મસ્જીદ, દરગાહ તથા નક્કી કરેલ અન્ય સ્થળે મોટી સંખ્યામાં નાગરીકો એકત્ર થતા હોય છે અને તા. ૦૩/૦૫/૨૦૨૨ના રોજ રમઝાન ઈદ તહેવારની ઉજવણી જિલ્લામાં મુસ્લીમ સમુદાયના વસ્તી ધરાવતા તમામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવનાર છે, ત્યારે બી.એસ.પટેલ., જી.એ.એસ., અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ખેડા જિલ્લો, નડિયાદ, ગુજરાત, પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૭(૧)થી તેઓને મળેલ સત્તાની રૂઈએ સમગ્ર ખેડા જિલ્લાના હદ વિસ્તારમાં તા. ૧૨/૦૫/૨૦૨૨ના રોજ વિવિધ કૃત્યો કરવાની મનાઈ ફરમાવેલ છે.

જેમાં હથીયાર, તલવાર, ભાલા, ધોકા, છરા, લાકડી કે લાઠી, સળગતી મશાલ, લાકડાની હોકી અથવા બીજા હથીયારો કે, જેનાથી શારીરીક ઈજા કરી શકાય તે સાથે રાખી ફરવાનું, કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે રાખી ફરવાનું., મનુષ્ય અથવા શબ તેમજ પુતળા દેખાડવાનું, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવાનું અથવા અશ્લિલ ગીતો ગાવાનું, જેનાથી સુરૂચિ અથવા નિતીનો ભંગ થાય તેવું ભાષણ કરવાનું તથા તેવા ચિત્રો પ્રતિકો કે, પ્લે-કાર્ડો અથવા બીજા કોઈપણ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાનું-બતાવવાનું અથવા ફેલાવો કરવાનું, રાજ્યની સલામતી જોખમાતી હોય તેવા છટાદાર ભાષણો આપવાનું, ચાળા પાડવાનું, નકલ કરવાનું વિસ્તાર સમગ્ર ખેડા જીલ્લામાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

Next Story