/connect-gujarat/media/post_banners/ad8c2452ecf8cd8f67226a1fd19b54192bc244bb3a8c2fa8b8fa4c4f9100f5ef.jpg)
ખેડા જીલ્લાના કટકપુર ભાટિયા લાટમાં દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં મહેમદાવાદના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત 7 લોકોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ખેડાના કટકપુર ભાટિયા લાટમાં દારૂની મહેફિલ ચાલતી હતી જ્યાં પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે દારૂની મહેફિલ માણતા 7 લોકોને ઝડપી પાડ્યા હતા. જેમાં મહેમદાવાદ કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ સહિતના 7 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા, ત્યારે આ તમામ લોકોને દારૂની બોટલ સહિતના મુદ્દામાલ સાથે ખેડા ટાઉન પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા, ત્યારે હાલ તો પોલીસ દ્વારા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય હોવાનું જાણવા મળ્યું છે.