Connect Gujarat
ગુજરાત

ખેડા : "વિશ્વાસથી વિકાસ યાત્રા" કાર્યક્રમ અંતર્ગત વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાયા...

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ તેમજ પ્રાંત કક્ષાએ વિકાસ કાર્યોના લોકાર્પણ/ખાતમુહુર્ત માટે વિશ્વાસથી વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

ખેડા : વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાયા...
X

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ તેમજ પ્રાંત કક્ષાએ વિકાસ કાર્યોના લોકાર્પણ/ખાતમુહુર્ત માટે વિશ્વાસથી વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિભાગોના સહયોગથી વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત જેવા લોકાભિમુખ કાર્યક્રમો હાથ ધરવા બે દિવસનો કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

આ સંદર્ભે તા. ૧૨ સપ્ટેમ્બરના રોજ નડિયાદ, કપડવંજ, ઠાસરા તથા ખેડા ખાતે પ્રાંત કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે તા. ૧૩ સપ્ટેમ્બરના રોજ નડિયાદ ઈપ્કોવાલા હોલ ખાતે જિલ્લાકક્ષાના કાર્યાક્રમનું આયોજન કરવામાં આવશે. વિવિધ યોજનાકીય કામગીરીના યોગ્ય પ્રચાર-પ્રસાર થકી રાજ્યની જનતાની સામાજિક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવાના તથા સરકારની કલ્યાણકારી યોજનાઓ અંતગર્ત વિકાસનાં કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવાના હેતુ સાથે યોજાનાર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કપડવંજ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ સંસદ સભ્ય જુગલજી ઠાકોર તથા બહેનજી બહેન પિતાંબરદાસ પરીખ, નગરગૃહની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કપડવંજ તાલુકામાં સંસદ સભ્યના હસ્તે કુલ 88.37 લાખના ખર્ચે નિર્માણ પામનાર કુલ 108 કામોનું ખાતમુહર્ત અને કુલ 21 લાખના ખર્ચે તૈયાર થયેલ 33 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ડી.વી.મકવાણા, નગરપાલિકા પ્રમુખ મોનિકા પટેલ, ગોવિંદ પરમાર, કઠલાલ તાલુકા પંચાયત પ્રમુખ, કનુ ડાભી, કઠલાલ પૂર્વ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

Next Story