ખેડા : નડિયાદમાં કોંગ્રેસનો મોંઘવારી વિરૂધ્ધમાં દેખાવો, 50 મહિલા કાર્યકરોની અટકાયત

જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યો કાર્યક્રમ, સરદાર પટેલની પ્રતિમા પાસે મહિલાઓએ કર્યા દેખાવો.

ખેડા : નડિયાદમાં કોંગ્રેસનો મોંઘવારી વિરૂધ્ધમાં દેખાવો, 50 મહિલા કાર્યકરોની અટકાયત
New Update

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કુદકેને ભુસકે વધી રહયાં છે ત્યારે મોંઘવારીએ પણ માઝા મુકી છે. વધતી જતી મોંધવારીના વિરોધમાં ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપક્રમે નડિયાદ ખાતે દેખાવો યોજવામાં આવ્યાં હતાં.

હાય રે મોદી હાય હાય .... હાય રે મોદી હાય હાય... ના નારાઓ લગાવી રહેલી મહિલાઓ કોંગ્રેસની કાર્યકર્તાઓ છે. નડીયાદમાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે આ મહિલા કાર્યકરો મોંઘવારી સામે દેખાવો કરવા એકત્ર થઇ છે. દેશમાં પેટ્રોલના ભાવ સદીને પાર કરી ગયાં છે ત્યારે સામાન્ય અને ગરીબ વર્ગની હાલત કફોડી બની છે. વિશ્વમાં ક્રુડ ઓઇલની કિમંતોમાં ઘટાડો થયો હોવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા ભાવથી વેચાઇ રહયાં છે. બંને ઇંધણના ભાવ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયાં છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતાં મોંઘવારીએ પણ માઝા મુકી છે. વધતી જતી મોંઘવારીના વિરોધમાં ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસ તરફથી દેખાવો યોજવામાં આવ્યાં હતાં. વિરોધ કરી રહેલી મહિલાઓની નડિયાદ સીટી પોલીસે અટકાયત કરતા મહિલા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

#Connect Gujarat #Kheda #Kheda News #Nadiad News #Beyond Just News #Congress protest
Here are a few more articles:
Read the Next Article