ખેડા: પ્રગતિશીલ યુવાન ખેડૂતે કરી ગલગોટાની પ્રાકૃતિક ખેતી, મેળવ્યુ મબલખ ઉત્પાદન

અલિન્દ્રા -વાલાપુરા ગામના યુવાન ખેડૂતે આધુનિક ખેતી પધ્ધતિ અપનાવી સારું ઉત્પાદન મેળવ્યુ છે હવે ગામડા બદલાઈ રહ્યા છે.

ખેડા: પ્રગતિશીલ યુવાન ખેડૂતે કરી ગલગોટાની પ્રાકૃતિક ખેતી, મેળવ્યુ મબલખ ઉત્પાદન
New Update

ખેડા જિલ્લાના અલિન્દ્રા -વાલાપુરા ગામના યુવાન ખેડૂતે આધુનિક ખેતી પધ્ધતિ અપનાવી સારું ઉત્પાદન મેળવ્યુ છે હવે ગામડા બદલાઈ રહ્યા છે. શિક્ષિત યુવાનો ખેતી તરફ વળ્યા છે. હવે તે આધુનિક ખેતી પધ્ધતિ થકી સારી આવક મેળવી રહ્યા છે. ખેડા જિલ્લાના અલિન્દ્રા -વાલાપુરા ગામના અનિલભાઈ આવું જ એક ઉદાહરણ છે. એન્જિનિયરિંગ ક્ષેત્રે ડિપ્લોમા કર્યા બાદ તેમણે ખેતીમાં ઝંપલાવ્યુ અને આજે તે પ્રાકૃતિક ખેતીની મદદથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેડૂતે કહ્યું હતું મેં ડિપ્લોમા એન્જીનીયરિંગ કરેલું છે અને પોતે હું ખેડૂત છુ.છેલ્લા બે વર્ષથી ગલગોટાની પ્રાકૃતિક ખેતી કરૂ છું, આ ખેતીની અંદર આશરે ૨૫૦૦૦ જેટલો ખર્ચ થાય છે સામે આવક એક થી દોઢ લાખની છે

#Farmer #Kheda #ગલગોટાની ખેતી #ગલગોટા #પ્રાકૃતિક ખેતી #ગલગોટાની પ્રાકૃતિક ખેતી #Galgota Cultivation
Here are a few more articles:
Read the Next Article